પાલનપુર : ડીસા કોર્ટમાં ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો
- ગ્રાહક જાગૃત હશે તો ભારતનું અર્થતંત્ર મજબૂત થશે : એ.બી.પંચાલ
પાલનપુર : ગ્રાહકોને જાગૃત કરવા ગ્રાહક અદાલત મેદાને ઉતરી છે. ગ્રાહક અદાલત દ્વારા સતત અને સળંગ જિલ્લાભર ના તાલુકા મથકે ઠેર ઠેર ગ્રાહક જાગૃતિ ના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. તે જ શ્રંખલામાં આજે તા. 16 ફેબ્રુઆરી ’23 ના રોજ ડીસા કોર્ટે ના કોન્ફરન્સ હોલમાં ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગના પ્રમુખ એ. બી. પંચાલ, સભ્ય બી.જે.આચાર્ય, પૂર્વ સભ્ય રીટાબેન પંચાલ, વાય. એન. પટેલ, ડીસા જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ના પ્રમુખ કિશોર દવે, બાર એસોસયેશનના પ્રમુખ બી.એન. પ્રજાપતિ, ઉપપ્રમુખ એમ. જી. પંચાલ, સેક્રેટરી એમ. ટી. પઢીયાર, જોઈન્ટ સેક્રેટરી વી. એ. ઘસુરા, જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી પ્રિતેશ શર્મા ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમની શુરુઆત મહેમાનોના સ્વાગત થી કરવામાં આવી હતી. ત્યારબાદ જાણીતા ગ્રાહક સુરક્ષા ચળવળકાર કિશોર દવે એ પોતાની આગવી શૈલીમાં ગ્રાહકો ના અધિકારો જણાવી નવા ગ્રાહક સુરક્ષા અધિનિયમની જોગવાઈઓથી વિસ્તાર પૂર્વક ગ્રાહકોને માહિતગાર કર્યા હતાં. ત્યારબાદ બનાસકાંઠા જિલ્લા ગ્રાહક અદાલત ના સભ્ય બી.જે. આચાર્ય એ પૂર્વમાં અદાલતો દ્વારા આપવામાં આવેલા નિર્ણયો અંગે સમીક્ષા કરી હતી.
ત્યારબાદ કાર્યક્રમ ના અધ્યક્ષ અને જિલ્લા ગ્રાહક અદાલત ના પ્રમુખ એ.બી.પંચાલએ ગ્રાહકો ને નિભાવવાની થતી ફરજો અંગે ગ્રાહકો ને માહિતગાર કર્યા હતા, અને જણાવ્યું હતું કે, હકીકતે ગ્રાહક બજારનો રાજા છે, જો તે પોતાની ફરજો અને અધિકારો પ્રત્યે સજાગ થાય. આ સાથે સાથે બજારમાં છેતરતા તત્વો સામે ગ્રાહકો જાગૃત થઈ પોતાના અધિકારોનો ઉપયોગ કરે તેવું આહ્વાન પણ કર્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સેવામાં ખામી અને અનૈતિક વ્યાપાર પદ્ધતિ નો ભોગ બનનાર ગ્રાહક માટે ગ્રાહક અદાલત ના દરવાજા હંમેશા માટે ખુલ્લા છે. માલ વેચનાર વ્યક્તિ જો નાણાં લીધા બાદ પણ વસ્તુ કે સેવા ના આપે તો એવા વ્યાપારીઓ થી ગ્રાહકના રક્ષણ માટે કરીને જ ગ્રાહક સુરક્ષા અધિનિયમ અમલમાં આવ્યો છે. આશા છે ગ્રાહક વર્ગ આ કાયદા નો લાભ અવશ્ય લેશે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ડીસા બાર એસોસીયેશનના તમામ વકીલ મિત્રો અને ગ્રાહક વર્ગ ઉપસ્થિત રહ્યા હતાં.
આ પણ વાંચો : મા અંબાને ને ‘ચામર’ અર્પણ કરનાર જય ભોલે ગ્રુપના ફાઉન્ડર દીપેશભાઈ પટેલને સન્માનિત કરાયા