ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસાના ગાંધીચોકમાં જટીલ ટ્રાફિક સમસ્યા, વેપારીઓ, રાહદારીઓ હેરાન પરેશાન

Text To Speech
  • લોકો મનસ્વી રીતે વાહનો મૂકી જતા રહે છે
  • વારંવાર રજૂઆત છતાં પોલીસ દ્વારા કોઈ પગલાં નહિ

પાલનપુર : ઉત્તર ગુજરાતમાં વેપારી શ્રેત્રે ડીસા શહેર મહત્વનું ગણવામાં આવે છે. આને લઈને બનાસકાંઠા તેમજ રાજસ્થાનના લોકો વેપારની ખરીદી માટે ડીસા શહેરમાં આવતા હોઈ દિન-પ્રતિ દિન વેપાર ધંધાને લઈ ને નાના-મોટા વાહનોની અવર જવર રહેતી હોય છે. જેના કારણે બહારથી આવતા લોકો પોતાના વાહન આમ તેમ મૂકીને ટ્રાફિકને નડતરરૂપ વાહનો રસ્તા વચ્ચે પાર્ક કરતા હોય છે. જેથી અવર જવર કરતા લોકોને હેરાન -પરેશાન થઇ જાય છે.

આ પ્રશ્નને લઈને વારંવાર સ્થાનિક પોલીસને જાણ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી. અને લોકો મનફાવે તેવી રીતે વાહનો મૂકી દેતાં વારંવાર બોલાચાલી તેમજ ઝગડાના મૂળ થતાં વેપારીઓ તેમજ રાહદારીઓમાં રોષની લાગણી જોવા મળતી હોય છે. આ માટે પોલીસ તંત્ર તેમજ નગરપાલિકાના સતાધીશોએ ગાંધીચોકમાં ટ્રાફિક ની જટીલ સમસ્યા માટે જાગૃત બનીને રસ્તાઓ ખુલ્લા કરાવીને લોકોને પડતી તકલીફો દૂર કરાવવા સજાગ બને તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે. તો આ બાબતે ડીસાના ધારાસભ્ય, નગરપાલિકાના સત્તાધીશો તેમજ પોલીસ તંત્ર આ ટ્રાફિકની જટીલ સમસ્યા માટે અંગત રસ લઈને લોકોને પડતી મુશ્કેલી તેમજ હેરાન-પરેશાની દુર કરાવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. અને આ માટે ઘટતું કરે તેવો જનમત ઉઠ્યો છે.

આ પણ વાંચો : બટાકાના ભાવની રામાયણ : બટાકાની સીઝન લેવાના ટાંકણે જગતનો તાત લાચાર

Back to top button