ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: ડીસાના રાણપુરમાં 13 વ્યક્તિઓ સામે લેન્ડ ગ્રબિંગ હેઠળ ફરિયાદ

પાલનપુર: ડીસાના રાણપુર ગામે અસરગ્રસ્તોને ફાળવેલ જમીન પર દબાણદારો દબાણ ખુલ્લું ન કરતા લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધવા જિલ્લા કલેક્ટરના હુકમ બાદ જમીન માલિકએ ડીસા તાલુકા પોલીસ મથકે તેર દબાણદારો સામે ફરિયાદ નોંધાવી હતી. ડીસા ના રાણપુર આથમણાવાસ ગામે ગૌચર ની જમીન પૈકી ની 45 એકર જમીન મુક્તેશ્વર ના અસરગ્રસ્ત ખેડૂતો ને ફાળવવા હુકમ થયેલ. જોકે બાદ માં હાઇકોર્ટ માં કેસ ચાલતો હોઈ જમીન અસરગ્રસ્તોને મળેલ ન હતી. ત્યારે હાઇકોર્ટ અને સ્થાનિક અધિકારીઓની તપાસ બાદ જમીન અસરગસ્તોને ફાવવામાં આવી હતી પરંતુ દબાણો હોઈ મૂળ માલિકો કબ્જો ન લઇ શકતો વગદાર ખેડૂતો ને જમીન વેચાણ કરેલ. જેમાં જે જમીન પર ના હાલના ડીસા માં રહેતા ખેડૂત ચંદ્રદેવ સિંહ અલ્પેશસિંહ જાડેજાએ એ અન્ય જમીન માલિકો ના સંમતિ ના આધારે જમીન પર કબ્જો લેવા જતા સ્થાનિક દબાણદારો ધમકી આપતાં જિલ્લા કલેકટર સમક્ષ લેન્ડ ગ્રેબીગ હેઠળ ગુન્હો દાખલ કરવા અરજી કરતા.

ફરિયાદ બાદ તપાસ ડી.વાય.એસ. પી. ડૉ. કુશલ ઓઝાને સોપાઈ

જિલ્લા કલેક્ટર 14 ડિસેમ્બર ના રોજ હુકમ કરેલ જે હુકમ ના આધારે ફરિયાદી ચંદ્રદેવ સિંહ અલ્પેશ સિંહ જાડેજા એ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ તાલુકા પી. આઈ. એસ. એમ. પટણી એ નોંધી વધુ તપાસ અર્થે ડી. વાય. એસ. પી.ડૉ. કુશલ ઓઝામે સોંપવામાં આવી હતી.

ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ગ્રામજનો ટ્રેક્ટરો ભરી દોડી આવ્યા

જોકે ફરિયાદ નોંધાયા ની જાણ થતાં ગ્રામજનો ટ્રેકટરો ભરી પોલીસ મથકે દોડી આવ્યા હતા. અને ફરિયાદ ન નોંધવા તેમજ દબાણદારો ને વૈકલ્પિક વ્યવસ્થા ન થયા ત્યા સુધી ન હટાવવા માંગણી કરી હતી..

જમીન પ્રકરણ 2007થી ચાલુ છૅ

રાણપુર આથમણાવાસ ગામે ગૌચર ની જમીન મુક્તેશ્વર અસરગ્રસ્તો ફાળવતા ગ્રામજનો એ વિરોધ નોંધાવ્યો હતો. આ જમીન વસ્તી, પશુઓ ની સંખ્યા પ્રમાણે અનામત રાખવા માંગણી હાઇકોર્ટ માં થતાં ગ્રામજનો ની જીત થઈ હતી જોકે બાદમાં બીજી બેન્ચ માં ગ્રામજનો હારી ગયા હતા.

મૂળ અસરગ્રસ્તો જમીન જોઈ પણ નથી

મુક્તેશ્વર ડેમ ના ડૂબમાં ગયેલ મહેસાણાના સતલાસણાના ખેડૂતો ને જમીન આપવા સરકાર એ હુકમ કર્યો હતો. જેમાં નવ જેટલાં ખેડૂતો ને જમીન ફાળવવામાં આવી હતી જોકે મૂળ જમીન માલિકો સ્થળ પર જમીન નો કબ્જો કે જોઈ પણ નથી અને બારોબાર અનેક પાર્ટીઓ બદલાઈ ચુકી આખરે રાજકીય વગ ધરાવતા ખેડૂતો જમીન પર કબ્જો લેવા જતા વિવાદ થયો.

આ પણ વાંચો :Amazon કંપની તેના હજારો કર્મચારીઓને આપી શકે છે મોટો ઝટકો, ફરી એકવાર છટણીનો ડર

ગામમાં અનેક લોકોને ઘર નથી, ગૌચર જમીન અસરગ્રસ્તો ને ન મળવી જોઈએ : ગ્રામજનો

ડીસા તાલુકા પોલીસ મથકે દોડી આવેલા ગ્રામજનો એ જણાવ્યું હતું કે ગામમાં હજુ અનેક પરિવારો ને રહેવા માટે પ્લોટ પણ નથી. ત્યારે આ જમીન માં પ્લોટ અને ગાયો માટે રહેવી જોઈએ અને અસરગ્રસ્તો ના નામે વેપાર થતી આ જમીન રદ થવી જોઈએ.?

જેમનીલેન્ડ ગ્રેબીગ નો ગુન્હો દાખલ થયેલ

જેમના પર દબાણદાર અને ધાક ધમકી ની ફરિયાદ થયેલ છે જેમના નામો માં..
(1) શંકરભાઈ રૂપાભાઈ વિરોણીયા
(2)ડાયાભાઈ રૂપાભાઈ વિરોણીયા
(3) બાબુભાઇ રૂપાભાઈ વિરોણીયા
(4) કાંતિભાઈ રૂપાભાઈ વિરોણીયા
(5)રમણભાઈ રૂપાભાઈ વિરોણીયા
(6)મથુરભાઈ રૂપાભાઈ વિરોણીયા
(7)નાથુભાઈ હરજીભાઇ વિરોણીયા
(8)રમેશભાઈ રામજીભાઈવિરોણીયા
(9)નારણભાઇભીખાભાઇવિરોણીયા
(10) મફાભાઈ ગડાભાઈ વિરોણીયા
(11)શાંતિભાઈ ગડાભાઈ વિરોણીયા
(12)જવાનભાઈ રૂગનાથભાઈ કોટડીયા
(13) મલાભાઈ ખાનાભાઇ પરમાર, તમામ રહે રાણપુર આથમણા વાસ, ડીસા..

Back to top button