ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસાના વેપારીને ફોન કરી ધમકી આપનાર સંબંધીઓ સામે ફરિયાદ

Text To Speech
  • ધાનેરાના બે શખ્સો અવાર- નવાર દારૂ પી ધમકીઓ આપતા હતા

પાલનપુર : ડીસાના રસાણા ગામે વેપારીને ફોન કરી વારંવાર ધમકીઓ આપતા હોવાની ઘટના સામે આવી છે. જે મામલે વેપારીએ ધમકી આપના ધાનેરાના બે સંબંધીઓ સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. ડીસાના અગ્રસેન નગરમાં રહેતા હેમરાજજી અગ્રવાલ રસાણા પાસે દાળમિલની ફેક્ટરી ધરાવે છે. તેઓ રસાણા ખાતે તેમની ફેક્ટરી પર હતા. તે સમયે તેમના દૂરના સંબંધી અને ભાણેજ અનિલ અગ્રવાલનો ફોન આવ્યો હતો અને ફોન પર હેમરાજજીને જેમ તેમ ગાળો બોલી ધમકીઓ આપી હતી.

ત્યારબાદ મુકેશ સત્યનારાયણ મંગળ અગ્રવાલનો પણ ફોન આવ્યો હતો તેણે પણ હેમરાજજીને ગાળો બોલી પગ ભાગી નાખવાની ધમકી આપી હતી. જે અંગે વેપારી હેમરાજજીએ ડીસા તાલુકા પોલીસમાં બંને શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. આ બંને શખ્સો અવારનવાર દારૂ પી લોકોને ફોન કરી હેરાન કરતા હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. હેમરાજજીને ફોન પર ધમકી આપતા હોવાની ઓડિયો ક્લિપ રજૂ કરી ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button