ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર શિશુગૃહના બાળકને જિલ્લા કલેક્ટરના હસ્તે સુરતના દંપતિને દત્તક અપાયુ

Text To Speech

પાલનપુર- 24 ઓગસ્ટ 2024, બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં આવેલ સરકારી શિશુગૃહ જુવેનાઈલ જસ્ટીસ એક્ટ અંતર્ગત નોંધાયેલ સરકારી સંસ્થા છે. આ શિશુગૃહમાં ૦ થી ૬ વર્ષના અનાથ, નિરાધાર, ત્યજાયેલ અને સોંપાયેલ કાળજી અને રક્ષણવાળા બાળકોને ચાઈલ્ડ વેલફેર કમીટીના આદેશથી સંસ્થામાં આશ્રય આપવામાં આવે છે. મળી આવેલ બાળકોને તેના માતા-પિતાની શોધખોળ કરી પરિવારમાં પરત સોંપવામાં આવે છે. જે બાળકોના પરિવારની શોધખોળ થઈ શકતી નથી તેઓને દત્તક આપવામાં આવે છે.

બાળકને દત્તક આપવાની કાર્યવાહી કરવામાં આવી
શિશુગૃહ પાલનપુરમાં આશરે ચાર માસ અગાઉ એક બાળકને પ્રવેશ આપવામાં આવેલ હતો. બાળકની પરિવાર દ્વારા બાળકને સમય મર્યાદામાં પરત મેળવવા માટે હક્ક દાવો ન કરતાં ચાઇલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા બાળકને લીગલ ફ્રી ફોર એડોપ્શન જાહેર કરવામાં આવેલ, જે અન્વયે સંસ્થા દ્વારા બાળકને દત્તક આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં CARA (Central Adoption Resource Authority) માં બાળક દત્તક લેવા માટે અરજી કરેલ સુરતના દંપતિને શિશુગૃહ પાલનપુરના બાળકનો મેસેજ આવતા બાળક દત્તક આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી અને બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલના હસ્તે બાળકને દત્તક આપવામાં આવ્યું હતું. કલેક્ટર મિહિર પટેલ દ્વારા બાળકના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે ચાઈલ્ડ વેલફેર કમિટીના ચેરમેન, જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જીલ્લા બાળ સુરક્ષા અધિકારી, મેનેજર શિશુગૃહ તથા સ્ટાફ હાજર રહ્યા હતા.

આ પણ વાંચોઃસુઈગામના બોરુમાં રાત્રિ સભા યોજાઈ, યોજનાઓનો અમલ કરવા કલેકટરની સૂચના

Back to top button