પાલનપુર : DNP આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ચેસ સ્પર્ધાનું કરાયું આયોજન
- વેસ્ટઝોન યુનિવર્સિટી ચેસ પ્રશિક્ષણ કેમ્પનું આયોજન
પાલનપુર : ડી.એન.પી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં વર્ષ દરમ્યાન અનેક રમતોનું આયોજન થતું હોય છે. એમ આ વર્ષે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ ચેસ ભાઈઓ-બહેનોની સ્પર્ધા ડીસા કોલેજ ખાતે યોજાઈ હતી. જેમાં યુનિવર્સિટી ચેસ ટીમમાં પસંદગી થયેલા જુદી જુદી કોલેજના બેસ્ટ ખેલાડીઓનો પ્રશિક્ષણ કેમ્પ તારીખ 08 નવેમ્બર થી 11 નવેમ્બર’22 દરમ્યાન ડીસા કોલેજમાં યોજાયો હતો.
જેમાં દર્શનપટેલ કોમર્સ કોલેજ મોડાસા ,હવન વણકર ઇડર કોલેજ,ધ્રુવ સુથાર પી. જી. ડિપાર્ટમેન્ટ, પાટણ, કિરણ સક્સેના આર્ટસ મહેસાણા, મિત પટેલ કોમર્સ મહેસાણા, સત્યપાલસિંહ ચૌહાણ વખા કોલેજ, દિયોદર વગેરે ખેલાડીઓની પસંદગી થઈ હતી. જેમને આ કેમ્પમાં જોડાઈને ઉત્કૃષ્ટ પ્રશિક્ષણ મેળવ્યું હતું .
હવે તેઓ આગામી 15નવેમ્બર2022 થી 19 નવેમ્બર 2022 દરમ્યાન મધ્યપ્રદેશના લાલપુર અમરકંટક યુનિવર્સિટી ખાતે આ ખેલાડીઓ વેસ્ટઝોન ચેસ રમતમાં ભાગ લેવા જવાના છે. આ પ્રશિક્ષણ કેમ્પનું આયોજન ડીસા કોલેજના અધ્યક્ષ પ્રોફેસર. ડૉ. આર.ડી ચૌધરીએ કર્યું હતું. ડીસા કોલેજના પ્રિન્સિપાલ, યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર ડો.ચિરાગભાઈ પટેલ અને સંસ્થાના ટ્રસ્ટીઓએ યુનિવર્સિટી ચેસના તમામ ખેલાડીઓને સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી યુનિવર્સિટીનું નામ રોશન કરવા શુભકામનાઓ પાઠવી આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચો : વર્કઆઉટ દરમિયાન હાર્ટ એટેક આવતા લોકપ્રિય ટીવી અભિનેતાનું મોત