પાલનપુર : ડીસા-રાધનપુર હાઇવે ઉપર સામ સામે કારની ટક્કર, પાંચને ઈજા
- અકસ્માતની બે દિવસમાં ત્રીજી ઘટના સર્જાઈ
પાલનપુર : ડીસા-રાધનપુર હાઇવે ઉપર છેલ્લા બે દિવસમાં અક્સ્માતની ત્રીજી ઘટના બની છે. શિહોરી હાઈ વેના બ્રિજ ઉપર સામ સામે આવેલી કાર વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો જોરદાર થયો જતો કે, જેમાં બંને વાહનોના આગળના ભાગને ભારે નુકશાન થયું હતું જ્યારે બંને કારમાં બેઠેલા પાંચ લોકોને ઈજાઓ થતાં શિહોરી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે, આ હાઈવેનું સમારકામ ચાલી રહ્યું હોવાથી એક સાઇડના રોડ ઉપર વાહનની અવર જવર થતી હોવાથી આ અકસ્માત સર્જાયો હતો. સામ સામે કારની ટક્કરમાં ઇજાગ્રસ્ત થયેલ પાંચ ઇજાગ્રસ્તોને 108 દ્વારા શિહોરી રેફરલમાં સારવાર માટે ખસેડાયા હતા.
આ અક્સ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટયા હતા. જેને લઇને હાઇવે ઉપર વાહનોની લાંબી કતારો સાથે ટ્રાફિક જામ થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ડીસા – રાધનપુર હાઈવે ઉપર વાહનોનો ભારે ટ્રાફિક રહે છે. અને દિવસભર હજારો વાહન અહીંયાથી પસાર થાય છે. ત્યારે માર્ગના સમારકામને લઈને અકસ્માતની ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. છેલ્લા બે દિવસમાં અકસ્માતની આ ત્રીજી ઘટના બની હતી. જેને લઈને લોકોમાં પણ ચિંતાની લાગણી પ્રસરી છે.
આ પણ વાંચો : ડીસા -પાલનપુરના માર્ગ પર સિમેન્ટ, કાંકરી પાથરી દેતા માર્ગ બન્યો ધુળીયો, હવે રોડ કયારે બનશે ?