ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : છાપીમાં વ્યાજખોરના ત્રાસને કારણે વેપારીની આત્મહત્યા

પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં કોઈપણ જાતના પરવાના વિના જ વ્યાજે રૂપિયા ફેરવનારા વ્યાજખોરો બેફામ બન્યા છે. અને આવા વ્યાજખોરો જરૂરિયાતમંદ લોકોને તગડા વ્યાજે પૈસા આપી તે બાદ પઠાણી ઉઘરાણી કરતા હોય છે. આવા વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીમાં મજબૂર બનેલા કેટલાક લોકો પોતાની પાસે પૈસાની ઉણપ થતા છેવટે મોતનું પગલું ભરતા હોય છે. બનાસકાંઠા જિલ્લામાં પણ વ્યાજખોરોના ત્રાસને કારણે આત્મહત્યાના બનાવવામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે.

 

બે દિવસ અગાઉ પાલનપુરના કુંભાસણ ગામે રહેતા એક વેપારીએ વ્યાજખોર પાસેથી પૈસા લીધા બાદ વ્યાજખોરની પઠાણી ઉઘરાણી અને ધમકીઓને કારણે તેને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હવે છાપીમાં વ્યાજખોરના ત્રાસને કારણે એક વેપારીની આત્મહત્યાનો પણ બનાવ સામે આવ્યો છે. વડગામના છાપી ખાતે રહેતા વિપુલકુમાર બાબુલાલ પંચાલ નામના એક વેપારીએ વર્ષ 2016 માં પોતાનો ધંધો શરૂ કરવા પાટણમાં રહેતા વકીલ મૈનેશ કૃષ્ણકાંત આચાર્ય પાસેથી રૂપિયા 1,50,000 વ્યાજે લીધા હતા. જેની અવેજીમાં તેમને પાંચ કોરા ચેક,પાંચ પ્રોમોસરી નોટ અને પાંચ કોરા વાઉચર આપ્યા હતા.અને નક્કી કર્યા મુજબ વિપુલકુમાર દર મહિને વ્યાજખોર મૈનેશને રૂ. 4500 વ્યાજ ભરતા હતા.જો કે છ માસથી ધંધામાં મંદી આવતાં વિપુલકુમારને વ્યાજ ચૂકવવામાં વિલંબ થતો.

આત્મહત્યા-humdekhengenews

જેથી વ્યાજખોર મૈનેશ આચાર્ય છાપી પહોંચી વેપારી વિપુલભાઈને ધમકી આપતો અને વ્યાજ લેવા છાપી આવવાનો ખર્ચ પણ વિપુલભાઈ પાસેથી વસૂલાતો હતો. જોકે તે બાદ 9 ડિસેમ્બરે વ્યાજખોર મૈનેસે વિપુલભાઈને પાટણ બોલાવ્યા હતા. અને 15 ડિસેમ્બરે વ્યાજખોર મૈનેસએ વિપુલભાઈને ફોન કરી વ્યાજ તથા ખર્ચના રૂપિયા 15,000 આપી દો નહિતર છાપી આવીને આખું ગામ ભેગું કરી તમારી ઈજ્જત કાઢી બદનામ કરીશ તેવી ધમકી આપતા વિપુલકુમારે ઝેરી પ્રવાહી પી મોતને વ્હાલું કરી લીધું હતું.

પાટણના વ્યાજખોર સામે છાપી પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

આત્મહત્યા-humdekhengenews

ત્યારે એક વ્યાજખોરના તગડા વ્યાજ અને તેના માનસિક ત્રાસના કારણે એક પરિવારને પોતાના સ્વજનને ગુમાવવાનો વારો આવતા પરિવાર પડી ભાંગ્યો છે. અત્યારે તો પરિવારમાં મૃતકના પત્ની દક્ષાબેન પંચાલએ આ વ્યાજખોર મૈનેશ આચાર્ય સામે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હવે આ વ્યાજખોર મૈનેશ આચાર્ય સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે તેવી પરિવાર માંગ કરતો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો :વડાપ્રધાન મોદીએ નવા વર્ષમાં 71 હજાર યુવાનોને આપી ભેટ, રોજગાર મેળા હેઠળ આપ્યા નિમણુક પત્ર

Back to top button