પાલનપુર : હોળી ધૂળેટીના તહેવારમાં રાજસ્થાની સિંધી ઘેવરની બોલબાલા


પાલનપુર : હોળી- ધુળેટી ના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. અલગ અલગ પ્રાંતમાં વસતા મારવાડી સમાજના લોકો ધૂળેટી ના તહેવાર પ્રસંગે પોતાના ઘરે જવા નીકળે છે. હોળી- ધુળેટી ના તહેવારમાં ધાણી, ખજૂર સાથે મીઠાઈ માં રાજસ્થાની ઘેવરની બોલબાલા છે. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાન રાજ્યને અડીને આવેલા હોવાથી મોટાભાગે આ વિસ્તારમાં રાજસ્થાની તહેવારોની પણ ધૂમધામથી ઉજવણી થતી હોય છે. ત્યારે કંદોઇઓએ આ તહેવારને લઈને રાજસ્થાની ઘેવર બનાવવાનું શરૂ કરી દીધુ છે.
ડીસા શહેરમાં મારવાડી લોકો ની વસ્તી વધુ હોઈ હોળી- ધુળેટીના તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે. રંગોથી ધુળેટીનો તહેવાર જોરદાર રીતે મનાવવામાં આવતો હોય છે. હોળી – ધુળેટી ના તહેવારમાં મહેમાનો ધરે આવતા હોવાથી તેમનું સ્વાગત કરવામાં મોં મીઠું કરાવવા માટે રાજસ્થાની સિંધી મારવાડી ઘેવરનો વધુ પડતો ઉપયોગ થતો હોઈ ડીસામાં મીઠાઈ ની દુકાનો પર આ તહેવારમાં મારવાડી સિંધી ઘેવર બનાવતા હોઈ લોકો આ મારવાડી સિંધી ઘેવર ખરીદતા હોય છે. ત્યારે મારવાડી ઘેવર બનાવતા કારીગરો અત્યારે તેના કામમાં મચી પડયા છે.
આ પણ વાંચો : પાલનપુર : સેવાભાઈ મિત્રોના સહયોગથી માનપુરીયા સ્કૂલના વિદ્યાર્થીઓએ પહેલીવાર જોયું અંબાજી