પાલનપુર: ભાભર હાઇવે બાઈક અને રીક્ષા વચ્ચે અકસ્માત : બે ઘાયલ


ભાભર : ભાભર -રાધનપુર હાઇવે ઉપર મોડી સાંજે બાઈક અને રીક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બે ઈસમો ગંભીર રીતે ઘવાતા 108 દ્વારા ભાભર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. વધુ મળતી માહિતી મુજબ ભાભર હાઇવે મામલતદાર કચેરી નજીક બાઈક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થવા પામી હતી.
તે દરમિયાન 108 ને જાણ કરતા 108 તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી, અને ધાયલ બંને ઈસમો ને તાત્કાલિક સારવાર અર્થે ભાભર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને અકસ્માત દરમિયાન ભાભર રાધનપુર હાઇવે ઉપર ગાડીઓની મોટી કતારો લાગી જવા પામી હતી. ઘવાયલા બંને ઈસમો પ્રકાશ અમરસિંહ રાઠોડ અને મહેશ અમરસિંહ રાઠોડ રહેવાસી પ્રેમનગર તાલુકો રાધનપુરના હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : પાલનપુર : સાયબર ફ્રોડથી કેવી રીતે બચી શકાય : પાલનપુરમાં પોલીસે આપ્યું માર્ગદર્શન