બનાસકાંઠા : રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ બે દિવસ આબુના બ્રહ્માકુમારીઝના મુખ્યાલયની મુલાકાતે
પાલનપુર: વિશ્વની સૌથી મોટી મહિલા શક્તિ સંચાલિત આધ્યાત્મિક સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના મુખ્યાલય માઉન્ટ આબુ ખાતે બે દિવસના અધ્યાત્મ પ્રવાસે દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આગામી 3 તથા 4 જાન્યુઆરી 2023 દરમિયાન આવી રહ્યા છે.
3 જાન્યુઆરીએ આબુ તળેટીના શાંતિવન ખાતે મહાસંમેલનમાં લેશે ભાગ
બ્રહ્માકુમારીઝ મીડિયાના શશીકાંત ત્રિવેદીના જણાવ્યાનુસાર બ્રહ્માકુમારીઝ ના અધ્યાત્મજ્ઞાન અને રાજયોગા માં ગહન રસ ધરાવતા રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ 3 જાન્યુઆરીએ સાંજે 4:15 કલાકે માનપુર હવાઈ પટ્ટી પર ઉતરી સીધા જ આબુ તળેટી સ્થિત બ્રહ્માકુમારીઝના શાંતિવન ખાતે આવેલ એશિયાના સૌથી મોટા એવા ડાયમંડ હોલ ખાતે આયોજિત આઝાદીના અમૃત મહોત્સવના કાર્યક્રમ “સ્વર્ણિમ ભારતનો ઉદય” વિષયે યોજાયેલ મહા સંમેલનનું ઉદ્ઘાટન કરશે. જેમાં દેશ વિદેશના હજારો મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ત્યારબાદ રાત્રી રોકાણ માઉન્ટ આબુ સ્થિત બ્રહ્માકુમારીઝના જ્ઞાન સરોવર ખાતે કરશે.
4 જાન્યુઆરીએ માઉન્ટ આબુ રાજયોગ ધ્યાન સત્રમાં જોડાશે
જ્યારે ૪ જાન્યુઆરીએ જ્ઞાન સરોવર ખાતે સવારના જ્ઞાન યોગા સત્રમાં ભાગ લઈ રાષ્ટ્રપતિ સંસ્થાના સશક્ત પાંડવ ભવન ખાતે બ્રહ્માકુમારીઝ ના સ્થાપક પિતાશ્રી બ્રહ્માબાબાના સમાધિ સ્થળ શાંતિસ્થંભ-બાબાની ઝૂંપડી-યોગારૂમ ખાતે શ્રદ્ધાસુમન અર્પણ કરી રાજયોગાભ્યાસ કરી ભોજન પ્રસાદ ગ્રહણ કરી પાલી જવા માટે પ્રયાણ કરશે. રાષ્ટ્રપતિના આગમનને લઈને શાંતિવનમાં તથા જ્ઞાન સરોવર ખાતે પ્રશાસન વર્ગ તથા સંસ્થા દ્વારા તડામાર તૈયારીકરવામાં આવી રહી છે.
આ પણ વાંચો :પીએમ મોદીના માતા હીરાબાની તબીયતને લઈને રાહુલ ગાંધીએ કર્યુ ટ્વીટ, કહ્યું….