ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : બહુચર માતાજીને અન્નકૂટ પ્રસાદ ધરાવી ડીસામાં ભક્તોને રસ રોટલીનું જમણ

Text To Speech

પાલનપુર : ડીસા શહેરમાં રહેતા શ્રી મોઢ ઘાંચી જ્ઞાતિ ‌‌સમાજના લોકો એ માગશર સુદ બીજને શુક્રવાર તા- 25 નવેમ્બર’૨૨ ના દિવસે રસ રોટલી ના પ્રસાદનું ડીસા મોઢ ઘાંચી જ્ઞાતિ સમાજ ની વાડીમાં મોદી સમાજ રસ રોટલી સમિતિ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સમાજના ભાઈ- બહેનોએ મોટી સંખ્યામાં હાજર રહી આ ધાર્મિક કાર્યક્રમ માં ઉત્સાહભેર રસ રોટલીના પ્રસાદનો લાભ લીધો હતો.

અન્નકૂટ પ્રસાદ-humdekhengenews

ડીસા મોદી સમાજ દ્વારા બહુચર માતાના મંદિર માં રસ રોટલી પ્રસાદનું સુંદર આયોજન કરાયું

માતાજીના આ પરચાની યાદ રૂપે શક્તિ પીઠ બહુચરાજી મા બિરાજમાન બાળા ત્રિપુરા સુંદરી માં બહુચરના ભક્ત શ્રી ડીસા મોદી સમાજના રસ રોટલી સમિતિના પ્રમુખ પિનલ નાસરીવાલા, ઉપ પ્રમુખ સંજયભાઈ નાસરીવાળા, મંત્રી જગદીશભાઈમોદી, સહમંત્રી રાજુભાઈ લીબુવાળા,ખજાનચી અશ્વીનભાઈપંચીવાલા અને કારોબારીના સભ્યો જતીનભાઈ મહેસુરીયા, રાજેશ હેરૂવાલા, હરેશભાઈ પોપટીયા, દિનેશભાઈ પંચીવાલા, હીતેશ મહેસુરીયા, સંજયભાઈ કાનુડાવાલા, અજયભાઈ ચોખાવાલા, પંકજભાઈ પાટલાવાળા, ઈશ્વરલાલ મંછુડીવાલા, મિતેશભાઈ ચોખાવાલા, મુકેશભાઈ ચોખાવાલા એ મહેનત કરીને તેમના દ્વારા અંદાજે 500 કિલો મીઠાઈ અને ફરસાણનો મહા અન્નકૂટ પ્રસાદ ધરવામાં આવ્યો હતો.

અન્નકૂટ પ્રસાદ-humdekhengenews

તેમજ ભોજન પ્રસાદમાં 1800 લીટર કેરીનો રસ અને 450 કિલો લોટની રોટલી આ સાથે 500 કિલો બટાટાનું શાકભાજી, ચોખા 300 કિલો અને દાળ 120 કિલોનો પ્રસાદ નું ભવ્ય આયોજન કરીને શ્રી મોઢ ઘાંચી જ્ઞાતિ સમાજ ના માઈ ભક્તો તેમજ આગેવાનો એ લાભ લીધો હતો.ડીસા મોદી સમાજ ના પ્રમુખ ઈશ્વરલાલ કાનુડાવાલા, મંત્રી શેલૈષભાઈ મહેસુરીયા અને કારોબારી સભ્યો હાજર રહ્યા હતા અને રસ રોટલી સમિતિના પ્રમુખ તેમજ કારોબારીના તમામ સભ્યો હાજર રહી.આ રસ રોટલીના પ્રસાદનું સુંદર આયોજન રસ-રોટલી સમિતિના તમામ સભ્યો ખડેપગે ઉભા રહી સારી જહેમત ઉઠાવીને પ્રસંગને દીપાવ્યો હતો.

Back to top button