પાલનપુર : ડીસામાં ‘અવેરનેસ ઓફ ગુડ ટચ એન્ડ બેડ ટચ’ કાર્યક્રમ યોજાયો
- રોટરી ક્લબ ડીવાઈન દ્વારા બાળકો માટે કાર્યક્ર્મનું કરાયું હતું આયોજન
પાલનપુર : રોટરી ક્લબ ડીવાઈન, ડીસા અનેક સેવાના કાર્યક્ર્મ કરે છે. જેમાં આ ક્લબ દ્વારા બાળકોમાં જાગૃતિ આવે તે માટે સરદાર પટેલ શાળામાં ‘અવેરનેસ ઓફ ગુડ ટચ એન્ડ બેડ ટચ’ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 6 થી 8 ના 265 થી પણ વધુ બાળકોને આ વિષયને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ તેમને ઉદભવતા પ્રશ્નોની વિસ્તૃતપણે ચર્ચા -વિચારણા કરવામાં આવી હતી. જેના મુખ્ય વક્તા ડૉ.રીટાબેન પટેલ અને ડૉ બિનલબેન માળી હતા.
જેમને બાળકોને મુંઝવતા પ્રશ્નો અંગે યોગ્ય માર્ગદર્શન પુરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં આસિસ્ટન્ટ ગવર્નર ડૉ.રીટાબેન પટેલ, પ્રમુખ ડૉ. બિનલબેન માળી, ઉપપ્રમુખ વર્ષાબેન પટેલ, ધર્મિષ્ઠાબેન ફાલ્ગુનીબેન અને દીપિકાબેન હાજર રહ્યા હતા. તેમજ શાળાના શિક્ષકોનો પણ ખૂબ જ સહકાર મળ્યો હતો . આ સમગ્ર કાર્યક્રમ શ્રીમતી એચ. જે. પટેલ (સરદાર પટેલ) પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો.
આ પણ વાંચો :ગુજરાત: “દાદા” સરકારના મંત્રીમંડળમાં મૂળ કોંગ્રેસીઓની ભાગીદારી વધી, જાણો કઇ રીતે