પાલનપુર: ધાનેરાપંથકમાં ઓરીના કેસ વધતાં આરોગ્ય તંત્રની 15 ટીમો કામે લાગી
પાલનપુર: ધાનેરા તાલુકા તેમજ શહેરી વિસ્તારમાં ઓરીના રોગમાં વધારો થતા અનેક બાળકો ઓરીના રોગથી પીડાઈ રહ્યા છે. જ્યારે આરોગ્ય વિભાગની 15 ટીમો દ્વારા પણ ઓરીના રોગને ડામવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધાનેરા શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારમાં ઓરીના રોગમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. અનેક બાળકો ઓરીના રોગથી પીડાઈ રહ્યા છે. ધાનેરાની ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં પણ ઓરીના રોગના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
ખાનગી દવાખાનાઓમાં 300થી વધુ દર્દીઓ સારવાર હેઠળ
જેમાં ખાનગી હોસ્પિટલમાં 300થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ ઓરીના રોગને ડામવા માટેની તૈયારીઓ કરાઈ છે. જેમાં 15 ટીમો દ્વારા 1148 વિટામિન ‘ એ ‘ ની ટેબલેટ આપવામાં આવી હતી. અત્યારે તો તંત્ર દ્વારા પણ આ રોગ પર અંકુશ લાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં આરોગ્ય વિભાગે 2350 ઘરોમાં સર્વે હાથ ધર્યો હતો.
આ પણ વાંચો :