Diwali 2023ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : સુરક્ષા સાથે દિવાળીનો તહેવાર ઉજવવા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રની અપીલ

પાલનપુર : દિવાળીના તહેવારો દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ન બને અને જાહેર જનતાની સલામતિ માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે સુરક્ષા સાથે દિવાળીનો તહેવાર ઉજવવા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર- પાલનપુરના જણાવ્યા પ્રમાણે ફટાકડા ફોડતી વખતે જાહેર જનતાએ નીચે મુજબની કાળજી રાખવી જરૂરી છે.

શું કરવું ?

વડીલોની હાજરીમાં જ ફટાકડા ફોડવા, સૂકી રેતી અથવા પાણી ભરેલી બે થી ત્રણ ડોલ ફટાકડા સળગાવવાના સ્થળની નજીક રાખવી, ફટાકડા ફોડતી વખતે સુતરાઉ કાપડના વસ્ત્રો પહેરવા, ફટાકડા ખુલ્લી જગ્યામાં જ ફોડવા, ફટાકડાને અગરબત્તીથી તારામંડળથી યોગ્ય અંતર રાખીને સળગાવવા, ફટાકડાને જમીન ઉપર રાખીને સળગાવવા અને તરત જ દૂર જતું રહેવું, જો ફટાકડા ના સળગે તો તેની નજીક જઈ કેમ નથી સળગ્યો તેની તપાસ કરવાને બદલે તેની ઉપર પાણી રેડવું, ફટાકડાના બોક્સ કે જથ્થાને ફટાકડા સળગાવવાની જગ્યાથી દૂર રાખવું, જ્યારે પહેરેલા કપડાં આગમાં લપેટાય ત્યારે થોભો, ફટાકડાને દૂર કરો અને જમીન પર આળોટો જો આગ ઓલવી શકાય તેમ ન હોય તો અસરકર્તાને બ્લેન્કેટમાં વીંટાળો, દાઝેલી જગ્યા ઉપર ઠંડુ પાણી નાખો જ્યાં સુધી બળતરા થાય ત્યાં સુધી, યોગ્ય સારવાર માટે વહેલી તકે ડોક્ટરનો સંપર્ક કરવો.

દિવાળી-humdekhengenews

શું ન કરવું ?

નાના બાળકોને ફટાકડા સળગાવવા આપવા નહિ પરંતુ તેમની સાથે વડીલોએ અવશ્ય હાજર રહેવું, ગીચતાવાળી, જગ્યા સાંકડી જગ્યા કે ઘરમાં ફટાકડા ના ફોડવા, પાર્કિંગ સ્થળ કે વાહનો નજીક ફટાકડા ના ફોડવા, રસ્તા ઉપર કે અન્ય કોઈ જાહેર સ્થળ ઉપર ફટાકડા ફોડવા નહિ, ફટાકડાને ક્યારેય હાથમાં પકડીને ફોડવા નહિ, ફટાકડાને કોઈ પણ સમયે ખિસ્સામાં રાખવા નહિ, કોઠીને હાથમાં પકડીને સળગાવવી નહિ, ફટાકડા ફોડતી વખતે ઢીલા કે ખુલ્લા/ લાંબા વસ્ત્રો પહેરવા નહિ, સળગતા ફટાકડા કોઈની ઉપર ફેંકવા નહિ, રોકેટને ઝાડ નીચે કે કોઈ અવરોધ પાસે ન સળગાવતા ખુલ્લી જગ્યામાં જ સળગાવવું, ફટાકડાને કારણે આંખમાં ઈજા થઈ હોય તો આંખો મશળવી નહિ, તાત્કાલિક આંખોના નિષ્ણાતનો સંપર્ક કરવો.

આ પણ વાંચો : દિવાળીની તારીખને લઇને મુંઝવણમાં છો? અહીં જાણો લક્ષ્મીપૂજનના મુહૂર્ત

જિલ્લા ના ઈમરજન્સી ઉપયોગી સંપર્ક નંબર

જિલ્લા ડીઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ નંબર- 02742- 250627/251627 અને 1077

જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ નંબર- 02742- 252600

મહિલા હેલ્પ લાઈન ટોલ ફ્રી નંબર- 181

ફાયર બ્રિગેડ નગરપાલિકા પાલનપુર કંટ્રોલ રૂમ નંબર- 02742- 258351/ 250699/257372

ફાયર બ્રિગેડ નગરપાલિકા ડીસા કંટ્રોલ રૂમ નંબર- 02744- 222333/ 221900

ફાયર બ્રિગેડ નગરપાલિકા થરાદ કંટ્રોલ રૂમ નંબર- 02737- 222065/223101

ફાયર બ્રિગેડ નગરપાલિકા ધાનેરા કંટ્રોલ રૂમ નંબર- 02748- 223342/222142

ફાયર બ્રિગેડ નગરપાલિકા ભાભર કંટ્રોલ રૂમ નંબર- 02735- 222052/222133

ફાયર બ્રિગેડ નગરપાલિકા થરા કંટ્રોલ રૂમ નંબર- 02747- 222036

ફાયર બ્રિગેડ નગરપાલિકા સિધ્ધપુર (પાટણ જિલ્લો) કંટ્રોલ રૂમ નંબર- 02767- 222004/220954

H.PC.L ફાયર બ્રિગેડ ગામ-ચંડીસર, તા.પાલનપુર કંટ્રોલ રૂમ નંબર- 02742- 283733/283732

આરોગ્ય વિભાગ પાલનપુર કંટ્રોલ રૂમ નંબર- 02742- 252243

સીવીલ હોસ્પિટલ પાલનપુર કંટ્રોલ રૂમ નંબર- 02742- 253252/253083

એમ્બ્યુલન્સ ટોલ ફ્રી નંબર- 108

બીમાર-તાવ (આરોગ્ય) માટે ટોલ ફ્રી નંબર- 104

એનિમલ ઈમરજન્સી (પ્રાણી,પશુ,પક્ષી માટે)-1962

વન વિભાગ, પાલનપુર કંટ્રોલ રૂમ નંબર-02742-257084

યુ.જી.વી.સી.એલ. કંટ્રોલ રૂમ નંબર- 02742- 251265/255451/255471/251262

ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર- 02742- 1098

આ પણ વાંચો : દિવાળી આવી, ફટાકડાના ધૂમાડાથી બચવા અસ્થમાના દર્દીઓ રાખે કાળજી

Back to top button