પાલનપુર: ધાનેરાની હોટલમાં કર્મચારીએ ગળે ફાંસો ખાધો


પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના છેવાડા નો તાલુકો ધાનેરામાં આવેલી એક હોટલમાં હોટલના જ કર્મચારીએ રૂમમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધાની ઘટના સામે આવી છે. પોલીસને સમાચાર મળતા જ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.
પોલીસે ઘટના સ્થળે પહોંચી હાથ ધરી તપાસ
ધાનેરામાં શિવ હોટલ આવેલી છે. જ્યાં છેલ્લા દસેક વર્ષથી કર્મચારી તરીકે કામ કરતા 30 વર્ષના યુવાન મુકેશ રાવે (રાજપુત) અગમ્ય કારણોસર હોટલના રૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાના સમાચાર મળતા પોલીસ તુરંત જ હોટલ પર પહોંચી હતી. અને મૃતકની લાશને નીચે ઉતારી પીએમ અર્થે હોસ્પીટલમાં મોકલી હતી. જ્યાં પીએમ ની વિધિ કરાયા બાદ મૃતકની લાશને તેના વાલી વારસોને સોંપવામાં આવી હતી. પોલીસે આ ઘટનામાં એડી નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે મુકેશ રાવે કયા કારણસર આ પગલું ભર્યું છે. તેને લઈને તર્ક- વિતર્ક થઈ રહ્યા છે.
આ પણ વાંચો :હવે ડેસ્ટિનેશન પર પહોંચવું વધુ મોંઘું થશે, આ તારીખથી ટોલ ટેક્સ આટલો વધી જશે !