પાલનપુર : ડીસામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો
- ભૂકંપની તીવ્રતા 4.2 ની હોવાની શક્યતા
- ડીસાથી 6 કીમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું
- ડીસા, પાલનપુર, ધાનેરા અને થરાદ સુધી લોકોએ ભૂકંપનો અનુભવ કર્યો
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં શુક્રવારે વહેલી સવારે કલાક 6.29 મિનિટે ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેને લઇને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે ભૂકંપને લઈને કોઈ નુકસાનના અહેવાલ મળ્યા નથી.
ડીસાથી 6 કીમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું
કચ્છમાં વર્ષ 2001માં આવેલા ભૂકંપ પછી ડીસાવાસીઓએ શુક્રવારે વહેલી સવારે કલાક 6.29 મિનિટે ભૂકંપનો અનુભવ કર્યો હતો. ડીસાથી છ કિલોમીટરમાં તેનું કેન્દ્ર બિંદુ હોવાનો માનવામાં આવી રહ્યું છે. વહેલી સવારે લોકો સૂઈ રહ્યા હતા ત્યારે ભૂકંપનો આંચકો આવતા લોકોને તેનો અનુભવ થયો હતો.
ભૂકંપની તીવ્રતા 4.2 ની હોવાની શક્યતા
ભૂકંપની તીવ્રતા 4.2 ની માનવામાં આવી રહી છે. આ ભૂકંપ દરમ્યાન અવાજનો પણ લોકો અનુભવ કર્યો હોવાનું જણાવ્યું હતું. જ્યારે ડીસા, પાલનપુર, થરાદ અને ધાનેરા સુધી તેની અસર અનુભવાઈ હતી. ભૂકંપના પગલે લોકો ઘર બહાર દોડી આવ્યા હતા. જોકે કોઈ નુકસાન થયું હોવાનો અહેવાલ નથી. પરંતુ ભૂકંપથી ભયનો માહોલ ફેલાયો છે.
પંકજભાઈ સોનેજી
હમ દેખેંગેન્યુઝ