ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસાના એલિવેટર ઓવર બ્રિજ પર કાર અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત

Text To Speech
  • અકસ્માતમાં બાઇક સવાર યુવકને પગે ગંભીર ઈજા

પાલનપુર : ડીસા શહેર વચ્ચેથી પસાર થતા એલિવેટેડ ઓવર બ્રિજ પર છેલ્લા કેટલાક સમયથી વારંવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે. ત્યારે ગુરુવારે સવારે પણ એક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ઉપર બેઠેલા વ્યક્તિને ઈજા થવા પામી હતી. આ ઘટનાની વિગત એવી છે કે, ડીસાના એલિવેટેડ ઓવર બ્રિજ પર રોંગ સાઈડ થી આવી રહેલી એક કાર અને બ્રિજ ઉપર ચડી રહેલા એક બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત-humdekhengenews

આ અકસ્માત એલિવેટેડ ઓવર બ્રિજના પાલનપુર તરફના છેડા ઉપર સર્જાયો હતો ઘટનાને પગલે બાઈક ઉપર પાછળ બેઠેલા વ્યક્તિને પગના ભાગે ગંભીર ઈજા થઈ હતી. જ્યારે આ ઘટના બનતા આજુબાજુથી લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. અને ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. અકસ્માતમાં કારના આગળના ભાગે નુકસાન થયું છે.

અકસ્માત-humdekhengenews

જ્યારે બાઈકને પણ નુકસાન થવા પામ્યું હતું. આ અકસ્માતમાં કાર નંબર જીજે 01 એચક્યુ 1923 પટેલ ભૂરાભાઈ ના નામે નોંધાયેલી છે. જ્યારે બાઈક નંબર જીજે 08 સીડી 3657 ચકુજી પરબતજી મુવાતર ના નામે નોંધાયેલું છે.

 આ પણ વાંચો : પાલનપુર : વેરો નહી ભરનારા અંબાજીના 10 બાકીદારોની દુકાનો કરાઈ સીલ

Back to top button