પાલનપુર : ડીસાના જાવલમાં વિકાસ કામોમાં ગેરરીતિના આક્ષેપ
- સરપંચ અને તલાટીએ સાથે મળી ગેરરીતિ આચરી હોવાની રજૂઆત
પાલનપુર : ડીસા તાલુકાના જાવલ ગામમાં વિકાસ કામોમાં સરપંચ અને તલાટીએ સાથે મળી ગેરરીતિ આચરી હોવાની ઘટના સામે આવી છે. જેમાં ડેપ્યુટી સરપંચ સહિતના સભ્યોએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી તટસ્થ તપાસ કરી ની માંગ કરી છે.
ડીસા તાલુકાના જાવલ ગામમાં વિકાસકામો ગેરરીતિ થઈ હોવાથી ફરિયાદ થઈ છે. જેમાં આજે ડેપ્યુટી સરપંચ, ન્યાય સમિતિના ચેરમેન સહિતના સભ્યોએ ડીસા તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરી હતી. જાવલ ગામના સરપંચ સંગીતાબેનની જગ્યાએ તેમનો પતિ રાજુભા ઠાકોર વહીવટ કરે છે અને સરપંચ ની જગ્યાએ તેમનો પતિ સહી – સિક્કા કરી ગેરરીતિ આચરે છે.આ તમામ ગેરરીતિ તલાટીની નજર સમક્ષ થતી હોવા છતાં પણ તેમના દ્વારા કોઈ જ કાર્યવાહી થતી નથી.
આમ તલાટી અને સરપંચ સાથે મળી ગામમાં નળ કનેક્શન અને ગટર લાઈનના 50% કામ થયા હોવા છતાં પણ પૂરેપૂરા નાણા ઉપાડી ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ફરિયાદ તાલુકા વિકાસ અધિકારીને કરી હતી. તેમજ આ સમગ્ર કૌભાંડ મામલે તટસ્થ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા સભ્યોએ રજૂઆત કરી છે. ડેપ્યુટી સરપંચ માલભા ઠાકોરે જણાવ્યું હતું કે ગામમાં ગટર લાઈનનું 50% કામ થયુ છે અને પૂરેપૂરા પૈસા ઉપાડી લીધા છે. મહિલા સરપંચ ની જગ્યાએ તેમનો પતિ વહીવટ કરે છે અને આ તમામ કૌભાંડમાં તલાટી પણ સામેલ છે.
આ બાબતે ગામના સરપંચ સંગીતાબેન ઠાકોરનો ટેલીફોનિક સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે, ગામમાં કોઈજ કામમાં ગેરરીતિ થઈ નથી, તેમના પર કરવામાં આવેલા તમામ આક્ષેપો ખોટા છે અને ચેક પર પણ તેઓ જાતેજ સહી કરતા હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો : વ્યુહ રચના : બનાસકાંઠામાં આવનાર જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને મનોમંથન શરૂ