ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસામાં વૃદ્ધના અવસાન બાદ પાર્થિવ શરીરનું કરાયું દેહદાન

  • પરિવાર દ્વારા પાર્થિવ દેહને શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટને સોંપવામાં આવ્યો

પાલનપુર : ડીસામાં એક વૃદ્ધે આજે તેમના અવસાન બાદ તેમના દેહનું દાન કરીને સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મરણ બાદ પણ પોતાની કાયા સમાજને ઉપયોગી બની રહે અને મેડિકલના વિદ્યાર્થીઓને માનવ દેહના અભ્યાસમાં તેમની કાયા મદદરૂપ બને તે માટે અવસાન બાદ આ વૃદ્ધના દેહને બનાસ મેડિકલ કોલેજમાં વિધાર્થીઓના અભ્યાસ માટે દાન કરવામાં આવ્યું છે.

દેહદાન-humdekhengenews

માનવ શરીર અમુલ્ય છે. આ શરીર જેટલું જીવિત અવસ્થામાં કામ લાગે છે તેટલું મૃત અવસ્થામાં પણ ઉપયોગી સાબિત થતુ હોય છે. ત્યારે સમાજ માટે ઉપયોગી બનવાના આશયથી ડીસાના એક વૃદ્ધે પોતાના અંગનું આજે દાન કર્યું છે અને સમાજને અંગદાનનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. માનવ શરીર કુદરતી છે અને તે કોઈ ફેક્ટરીમાં બનાવી શકાતું નથી.

એક તરફ અત્યારે માનવ જીવન પર અનેક બિમારીઓ પ્રહાર કરી રહી છે ત્યારે આ બીમારીઓ સામે માનવ જાતિને બચાવવા માટે મેડિકલના વિદ્યાર્થીઓ નવી નવી શોધ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસ માટે માનવ શરીરની જરૂરિયાત ઊભી થતી હોય છે, અને માનવ શરીરના બંધારણના અભ્યાસ માટે તે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. પરંતુ માનવ શરીરની અછત હોવાના લીધે વિધાર્થીઓ પૂરતો અભ્યાસ કરી શકતા નથી. ત્યારે ડીસાના રહેવાસી અને દાંતીવાડા સિંચાઇ વિભાગમાં કેનાલ ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવી ચૂકેલા દિનેશચંદ્ર વિરેશ્વરભાઈ દવેનું અવસાન થયા બાદ તેમના પરિવારે તેમના દેહને મેડિકલ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે દાન કર્યું છે.

દિનેશભાઇ દવે આજે 81 વર્ષની વયે તેમણે છેલ્લો શ્વાસ લીધો હતો. દિનેશભાઇ દવે ૬૦ વર્ષના હતા ત્યારે જ તેમણે અને તેમની સાથે તેમની દીકરી અને પત્નીએ પોતાના દેહનું દાન કરવાનો વિચાર કર્યો હતો. અને આજે દિનેશભાઇ દવેએ અંતિમ શ્વાસ લેતા તેમના પરિવાર દ્વારા દિનેશભાઇના પાર્થિવ દેહનું દાન કરવામાં આવ્યું હતું. દિનેશભાઈએ તેમના અવસાન પહેલા જ ડીસામાં કાર્યરત શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરીને તેમના દેહનું દાન કરવા માટે સંમતિપત્રક આપ્યું હતું.

શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટ દેહ દાનનો સ્વીકાર કરે છે.અને ત્યારબાદ દાનમાં આવેલા પાર્થિવ શરીરને મેડિકલ કોલેજના વિદ્યાર્થી ઓના અભ્યાસ માટે મેડિકલ કોલેજ સુધી પહોંચાડે છે. ત્યારે આજે દિનેશભાઇ દવેએ વહેલી સવારના અંતિમ શ્વાસ લેતા તેમના પરિવાર દ્વારા દિનેશભાઇના પાર્થિવ દેહને શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટને સોંપવામાં આવ્યો હતો. અને શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિનેશભાઇના પાર્થિવ દેહને પાલનપુરની બનાસ મેડિકલ કોલેજના વિધાર્થીઓના અભ્યાસ માટે મોકલવામાં આવ્યો હતો.

દેહદાન-humdekhengenews
દિનેશભાઇ દવે બનાસકાંઠા જિલ્લાના બીજા વ્યક્તિ છે કે, જેમને વર્ષ 2022માં અંગદાન કર્યું હોય તેવા વ્યક્તિઓમાં આ ઉપરાંત દિનેશભાઇ દ્વારા અંગદાનની કરાયેલી જાહેરાત બાદ તેમને અલગ અલગ જગ્યા સન્માનિત કરવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં પણ વર્ષમાં માત્ર બે લોકો જ અંગ દાન કરતાં હોય તેના પરથી સમજી શકાય છે કે, જીલ્લામાં અંગદાનને લઈ લોકોમાં હજુ પણ જોઈએ તેટલી જાગૃતિ આવી નથી. ત્યારે વધુને વધુ લોકો અંગ દાન કરવા માટે પ્રેરાય તો મેડિકલ સુવિધા વધુને વધુ સુદ્રઢ બનાવી શકાય.

આ પણ વાંચો : પાલનપુર : ફરવા જતા સહેલાણીઓ માટે માઉન્ટ આબુ બન્યું મીની કાશ્મીર, માઈનસ 0.5 ડિગ્રી ઠંડી

Back to top button