ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસામાં આયુષ્યમાન કાર્ડના કેમ્પમાં 700 જેટલા કાર્ડ કાઢવામાં આવ્યા

Text To Speech

પાલનપુર : કેન્દ્ર સરકાર દ્વારા પરિવારજનોના હેલ્થ સંબંધી આયુષ્યમાન કાર્ડ ની રકમ બે ગણી કરી દેતા નવેસરથી આયુષ્યમાન કઢાવવા માટે લોકો દ્વારા દોડી થઈ રહી છે ત્યારે ડીસામાં વોર્ડ નંબર 2 માં જાગૃત કોર્પોરેટર અને તંત્રના સહયોગથી આયુષ્યમાન કાર્ડ કાઢવાનો કેમ્પ યોજાયો હતો. જેમાં 700 થી વધુ કાર્ડ કાઢવામાં આવ્યા હતા.

કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સામાન્ય કે મધ્યમ વર્ગના કોઈપણ પરિવારના લોકોને કોઈ મોટી બીમારી કે ઓપરેશન માટે હોસ્પિટલાઈઝ થવું પડે ત્યારે સારામાં સારી હોસ્પિટલમાં મફત સારવાર મળી રહે તે માટે આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે. તાજેતરમાં સરકારે આયુષ્યમાન કાર્ડ ની રકમ રૂપિયા પાંચ લાખથી વધારી દસ લાખ કરી દેતા નવેસરથી કાર્ડ કઢાવવા માટે લોકોને દ્વારા દોડી થઈ રહી છે. ત્યારે ડીસાના વોર્ડ નંબર 2 માં આવેલી આદર્શ,વિશ્વ શાંતિ,લીલા શાહ વાડી, નેમિનાથ નગર, જવાહર સોસાયટી, કુમારપાળ સોસાયટી, બેકરી કુવા વ્હોળા, અને મહાવીર સોસાયટી સહિતના વિસ્તારોના લોકોને આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેનો કેમ્પ આ વિસ્તારના જાગૃત કોર્પોરેટર શૈલેષભાઈ રાયગોર અને ડીસા હેલ્થ વિભાગ દ્વારા યોજવામાં આવ્યો હતો.

આદર્શ સોસાયટીના અંબાજી મંદિર ખાતે યોજાયેલા આ કેમ્પમાં આ વિસ્તારના લોકોએ માત્ર મામલતદારનો આવકનો દાખલો, આધાર કાર્ડ અને રેશનકાર્ડ લઈને જવાથી માત્ર એક જ દિવસમાં તમામ પરિવારના સદસ્યોના કાર્ડ કાઢીને આપવામાં આવ્યા હતા. કેમ્પ દરમિયાન લગભગ 700 જેટલા લોકોના કાર્ડ સ્થળ પર કાઢીને આપવામાં આવ્યા હતા.ત્યારે હજુ પણ જે વ્યક્તિઓના કાર્ડ બાકી રહી ગયા હોય તેઓએ તેમના ડોક્યુમેન્ટ કોર્પોરેટર શૈલેષભાઈ રાયગોર ના મોબાઈલ પર મોકલવાથી તેમના કાર્ડ પર નીકાળી દેવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : ગુજરાતમાં આ જગ્યાએ ખોદકામ દરમ્યાન મળી આવ્યા પૌરાણિક સિક્કાઓ, લોકોમાં જોવા મળી કુતૂહલ

Back to top button