ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : આમ આદમી પાર્ટીની યુથ વિંગ લોકશાહીને મજબૂત બનાવવા મજબૂત લડત આપશે

Text To Speech

પાલનપુર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાંચ બેઠકો મેળવી તેમજ દેશ લેવલે રાષ્ટ્રિય પાર્ટીનું બિરુદ મેળવનાર આમ આદમી પાર્ટી આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે સજ્જ થઈ છે. પાર્ટીની યુથ વિંગ દ્વારા ડીસા ખાતે યોજાયેલી બેઠકમાં મજબૂતાઈથી લડી લોકશાહીને મજબૂત બનાવવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ની સૂચના થી યુથ વિંગ બનાસકાંઠા દ્વારા તારીખ 13 માર્ચ 2023 ને સોમવાર ના રોજ બપોરે 1:30 કલાકે ડીસાની હિન્દૂ ધર્મશાળા ખાતે મિટીંગનું આયોજન કરાયુ હતું . આ મિટીંગ માં આપ ના ઉત્તર ઝોન પ્રમુખ ડૉ. રમેશભાઈ પટેલ ,આપ બનાસકાંઠા લોકસભા પ્રમુખ વિજયભાઈ દવે, બનાસકાંઠા યુથ વિંગ પ્રભારી પાર્થભાઈ પટેલ તથા પુષ્પક ભાઈ પટેલ, બનાસકાંઠા લીગલ સેલ પ્રમુખ મુસ્તકિંમ ભાઈ, ડીસા શહેર પ્રમુખ સુભાષભાઈ ,બનાસકાંઠા જિલ્લા યુવા પ્રમુખ રાણાભાઈ દેસાઈ એ ઉપસ્થિત રહી શહેર યુવા પ્રમુખ અને દરેક તાલુકા યુવા પ્રમુખની નિમણૂક બાબતે ગહન ચર્ચા કરી જિલ્લામાં સંગઠન મજબૂત બનાવવાની હાકલ કરવામાં આવી હતી.

પાર્ટી ને હવે નેશનલ પાર્ટીનો દરજ્જો મળ્યો હોવાથી કાર્યકરોમાં નવો જુસ્સો ઉમેરાયો છે તેમજ ગુજરાત વિધાનસભામાં પણ પાર્ટીએ પાંચ બેઠકો મેળવી પોતાની મક્કમતા દર્શાવી છે. જેથી હવે યુથ વિંગ આવનારી ચૂંટણીઓમા મજબૂતાઈ થી લડી લોકશાહી ને મજબૂત બનાવવાનું કામ કરશે.

આ પણ વાંચો : પાલનપુર : ડીસાના કુંપટ ગામે યોજાયો ભાતીગળ લોક મેળો

Back to top button