ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: દિયોદરના લુન્દ્રામાં યુવક પર ફાયરિંગ કરી હુમલો, ગોળી વાગતાં ધારપુર ખસેડાયો

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના લુંદરા ગામ પાસે જૂની અદાવતમાં સ્વીફ્ટ કારમાં આવેલા પાંચ શખ્સોએ એક યુવકને માર મારી તેના ઉપર બંદૂક વડે ફાયરિંગ કર્યું હતું. જેમાં યુવકને પગના વાગે બે ગોળી વાગતા પાટણની ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ ઘટનામાં નવ શખ્શો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દિયોદર તાલુકામાં સનસનાટી મચાવનારી ઘટનાની વિગત એવી છે કે, મૂળ ભાભર તાલુકાના જુના ભાભર ગામના અને હાલ મોટી પાટી ઉંબરીમાં રહેતા પ્રતાપસિંહ મગનસિંહ રાઠોડને અગાઉ બળદેવસિંહ મનુભા રાઠોડ અને પ્રવિણસિંહ મનુભા રાઠોડ તેમજ અન્ય શખ્શો સાથે દુકાનની બાબતને લઈને ઝઘડો થયો હતો. જેમાં સામસામે પોલીસ ફરિયાદ પણ થઈ હતી.

જૂની અદાવતમાં કરાયો હુમલો

દિયોદર પોલીસ મથક-humdekhengenews

આ દરમિયાન પ્રતાપસિંહને અગાઉના જુગાર કેસમાં મુદત હોવાથી તે ભાભરની કોર્ટમાં મુદતે આવ્યા હતા. જ્યાં વિપુલસિંહ હુકમસિંહ રાઠોડ પણ કોર્ટમાં મુદતે આવ્યો હતો. અને ઝઘડો થાય તેવા ઈશારા તેણે કર્યા હતા. બાદમાં સાંજે પ્રતાપસિંહ તેમના વકીલ સાથે પોતાની સ્વિફ્ટ ગાડીમાં નીકળ્યા હતા. આ દરમિયાન સાંજના સમયે નર્મદા કેનાલ પાસે લુંન્દ્રા રેલવે ઓવર બ્રિજ પાસે પહોંચ્યા હતા.

દિયોદર પોલીસ મથક-humdekhengenews

જ્યાં પાછળથી નંબર વગરની સ્વિફ્ટ ગાડીમાં આવેલા શખ્સોએ ખોટા કેશો કેમ કરે છે ? તેમ કહીને પ્રતાપસિંહને માર મારીને તેમના ઉપર બંદૂકથી બે રાઉન્ડ ફાયર કર્યા હતા. જેથી પ્રતાપસિંહને જમણા પગના ભાગે ગોળીઓ વાગતા ગંભીર ઈજા થઈ હતી. જ્યારે આ શખ્શો મોબાઇલની લુંટ કરીને ત્યાંથી નાસી ગયા હતા. જ્યારે ઈજાગ્રસ્ત હાલતમાં પ્રતાપસિંહ રાઠોડ પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં પોલીસે દિયોદર સરકારી હોસ્પિટલમાં તેમની સારવાર કરાવી બાદમાં પાટણની ધારપુર મેડિકલ કોલેજ ખાતે વધુ સારવાર માટે ખસેડ્યા હતા.

દિયોદર પોલીસ મથકમાં નવ શખ્શો સામે નોંધાઈ ફરિયાદ

આ ઘટનાને પગલે કુલ નવ શખ્શો સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોલીસે ભાભર જુના ગામના બળદેવસિંહ મનુભા રાઠોડ, પ્રવીણસિંહ મનુભા રાઠોડ, વિપુલસિંહ હુકમસિંહ રાઠોડ એને વાસુભા ભોજુભા રાઠોડ સહિત અન્ય પાંચ શખ્સો મળીને કુલ 9 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જ્યારે પોલીસે ફાયરિંગ બાદ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. દિયોદર પંથકમાં ફાયરિંગની ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો :RBIએ સતત છઠ્ઠી વખત રેપો રેટમાં વધારો કર્યો, જાણો કેટલી વધશે તમારી EMI!

Back to top button