પાલનપુર : ધાનેરાના જડીયા ગામના યુવાને ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું


પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં આવેલા જાડી ગામના રેલ્વે સ્ટેશન નજીક એક યુવાને અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. આ ઘટનાના પગલે ભીલડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ધાનેરા તાલુકામાં જાડી રેલ્વે સ્ટેશન પાસે હોમ સિગ્નલ નજીક જાડી ગામના જ 42 વર્ષના શંકરભાઈ પટેલે અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. રેલવે સ્ટેશન નજીક કોઇએ આપઘાત કર્યાના સમાચાર પ્રસરતા જ ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.
જ્યારે આ ઘટના અંગેની ભીલડી રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના પગલે ભીલડી રેલવે પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે આ ઘટનામાં અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકે કયા કારણોસર જીવન લીલા સંકેલી લીધી જેને લઈને રહસ્ય અકબંધ રહ્યું હતું.
આ પણ વાંચો : હવે પ્રાથમિક શાળાઓમાં નહી ચાલે શિક્ષકોની અનિયમિતતા, શિક્ષણ વિભાગે આપ્યો મોટો આદેશ