ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસાના માલગઢના યુવકને ચેક રીટર્ન કેસમાં છ માસની કેદ

Text To Speech
  • ડીસાના ત્રીજા એડિશનલ મેજિસ્ટ્રેટ દ્વારા કરાયો હુકમ

પાલનપુર : ડીસા તાલુકાના માલગઢ ના યુવકને ચેક રિટર્ન કેસમાં ડીસાના ત્રીજા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ની કોર્ટ દ્વારા છ માસની સાદી કેદનો હુકમ કરવામાં આવ્યો છે, તેમજ આરોપીએ ફરિયાદીને મૂળ રકમ પરત કરવા અને રકમ પરત ન કરે તો વધુ એક માસની કેદની સજા નો હુકમ પણ કરાયો છે.

બાના ના રૂપિયા 17 લાખ રૂપિયા આપ્યા હતા

આ અંગેની વિગત એવી છે કે, ડીસાના માલગઢ ગામે રહેતા રાજેશકુમાર સુરતાજી સોલંકીના પિતાને વડાવળ ખાતે જમીન વેચવાની હોય તેમણે માલગઢ ગામના અને હાલ ડીસા નેમિનાથ નગર ખાતે રહેતા શિવાજી ગિરધરજી સોલંકી સાથે રૂપિયા 40 લાખમાં સોદો કર્યો હતો. જે પૈકી શિવાજીના પિતાએ બાના ના રૂપિયા 17 લાખ રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ નિયત સમય મર્યાદામાં બાકીની રકમ આપી દસ્તાવેજ કરવાનો હતો. પરંતુ રાજેશભાઈ ના પિતાએ દસ્તાવેજ ન કરી આપતા શિવાજીના પિતાએ બાના ની રકમ રૂપિયા 17 લાખ પરત માંગતા તેઓએ પ્રથમ રૂપિયા 10 લાખનો અને ત્યારબાદ રૂપિયા 7 લાખનો ચેક આપ્યો હતો. જે રૂપિયા 7 લાખનો ચેક તેમણે બેંકમાં નાખતા ચેક પરત થતા અવાર-નવાર રકમ પરત માંગવા છતાં રકમ ના આપતા શિવાજીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

રૂપિયા 7,00,000 વળતર તરીકે 60 દિવસમાં ચૂકવી આપવા

જે કેસ ડીસાના ત્રીજા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી પક્ષે વકીલ આર.એન.ચૌધરીની દલીલોને ગ્રાહ્ય રાખી ન્યાયાધીશ હર્ષ વિશ્ર્નોઈએ રાજેશકુમાર સુરતાજી સોલંકી ને છ માસની સાદી કેદની સજા નો આદેશ કર્યો હતો તેમ જ રૂપિયા 7,00,000 વળતર તરીકે 60 દિવસમાં ચૂકવી આપવા અને ન ચૂકવી આપે તો વધુ એક માસની સાદી કેદનો પણ હુકમ કર્યો હતો.

આ પણ વાંચો : PM મોદીનું રાજકોટમાં આગમાન, ભવ્ય સ્વાગત બાદ રોડ-શો યોજાયો

Back to top button