ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

પાલનપુર : થરાદમાં PMની સભામાં મંડપનો નટ-બોલ્ટ ખોલતો યુવક નો વિડીયો વાયરલ

Text To Speech

પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જે સભા મંડપ બનાવવામાં આવ્યો હતો તેની રેલિંગના નટ અને બોલ્ટ એક યુવક દ્વારા છેડછાડ કરીને ખોલવામાં આવી રહ્યો હતો. આ વિડીયો થરાદ ખાતે યોજાયેલી 31 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે નટ બોલ્ટ ખોલીને આ યુવક પોતાની જગ્યા ઉપર બેસી જતો જોવા મળે છે. સભા દરમિયાન કોઈ ઘટના ઘટી હોત તો ભારે જાનહાની થવાની સંભાવના હતી. ત્યારે આ સભામાં સુરક્ષાને લઈને પણ સવાલો ઊઠ્યા છે.

જો કોઈ ગંભીર ઘટના ઘટી હોત તો જાનહાની થવાની સંભાવના હતી

મોરબીમાં ઝુલતા પુલની ઘટના બાદ અનેક જગ્યાએ જર્જરિત પુલો અને આવા પ્રકારના જુના પુલોને તંત્ર દ્વારા હવે તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં પણ એક વિડીયો વાયરલ થયો છે. આ વીડિયોમાં સભાનો મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. જેને પાઇપોના સહારે લોકોની અવરજવર માટે લોખંડની રેલિંગ ફીટ કરવામાં આવી હતી.

અને લોખંડની પાઇપોને નટ -બોલ્ટ દ્વારા ફીટ કરવામાં આવેલો છે. ત્યારે સભા દરમિયાન એક યુવક આ નટ બોલ્ટ સાથે છેડછાડ કરી રહ્યો હોવાનું જોવા મળે છે. જેમાં નટ -બોલ્ટ ખોલી અને પોતાની બેઠક પર બેસી જાય છે. આ યુવકનો શું ઈરાદો હતો? તે યુવકને તંત્ર દ્વારા શોધીને તપાસ કરવામાં આવે ત્યારે જ ખબર પડશે પરંતુ નટ-બોલ્ડ કાઢી લીધેલા મંડપમાં જો અચાનક કોઈ દુર્ઘટના સર્જાય તો લોકોમાં ભારે નાસભાગને અફડાતફડી જેવો માહોલ સર્જાવાની પૂરી શક્યતા હતી.

અત્યારે આ વિડીયો સમગ્ર જિલ્લામાં વાયરલ થઈ રહ્યો છે. જે પ્રધાનમંત્રી મોદી 31 ઓક્ટોબરના રોજ થરાદ ખાતે આવ્યા હતા ત્યારનો હોવાનું માનવામાં આવી રહ્યું છે જોકે આ સમગ્ર બાબત અત્યારે તપાસનો વિષય બની છે. પરંતુ આ યુવકે શા માટે મંડપના ફીટ કરેલા નટ-બોલ્ટ સાથે ચેડા કર્યા કે કોઈ ષડયંત્ર રચાયું હતું કે કેમ ? તે પણ તપાસ કરવામાં આવે ત્યારે સામે આવવાની સંભાવના છે. આ વીડિયોની ‘હમ દેખેંગે’ ન્યૂઝ પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો : ગાંધીવાદી ઇલા ભટ્ટનું નિધન, રાજ્યએ ગુમાવ્યું વધુ એક રત્ન

Back to top button