પાલનપુર: ડીસા – પાટણ હાઇવે પર ઘાસ ભરેલી ટ્રક પલટી
પાલનપુર: ડીસા – પાટણ હાઈવે પર ઘાસ ભરેલી ટ્રક પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો છે. ડીસા તરફ આવી રહેલી ટ્રકના પાછળનું ટાયર અચાનક નીકળી જતા અકસ્માત સર્જાયો હતો.સદનસીબે મોટી જાનહાની ટળી હતી. જ્યારે અકસ્માત સ્થળે લોકોના ટોળેટોળા થયા હતા.
સદનસીબે જાનહાની ટળી
પાટણ થી ઘાસ ભરીને એક ટ્રક ડીસા તરફ આવી રહી હતી અને આસેડા પાસેથી પસાર થઈ જતી તે સમયે અચાનક ટ્રકના પાછળનું ટાયર નીકળી જતા અકસ્માત સર્જાયો હતો અને ટ્રક રોડ પર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત થતા જ આજુબાજુ ના લોકો અને વાહન ચાલકો દોડી આવી ટ્રકમાંથી ચાલકને હેમખેમ બહાર નીકળ્યો હતો. સદનસીબે મોટી જાનહાની ટળી હતી. જ્યારે ટ્રકનું ટાયર નીકળીને બસો ફૂટ જેટલુ દૂર ફંગોળાઈ ગયું હતું અને ટ્રક પલટી ખાતા રોડ પર ઘાસનો ઢગલા થઈ ગયો હતો.
આ પણ વાંચો :જંત્રીના ભાવ વધારા ના વિરોધમાં ક્રેડાઈ અમદાવાદ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું