ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: ડીસામાં 25 ટન ડુંગળી ભરેલી ટ્રક ગટરના ખાડામાં ખાબકી

Text To Speech

પાલનપુર: ડીસામાં આજે (શુક્રવારે)મહારાષ્ટ્ર થી ડુંગળી ભરીને આવેલી એક ટ્રક ગટરના ખાડામાં ખાબકી હતી. 25 ટન ડુંગળી ભરેલી ટ્રક ગટરમાં ખબકતા ક્રેનની મદદથી ચાર કલાકની મહેનત બાદ મહામુસીબતે બહાર કઢાઈ હતી.

ગટરમાં ખાબકેલી ટ્રકને ક્રેનની મદદથી બહાર કાઢતા ચાર કલાક લાગ્યા

ડુંગળી ભરેલી ટ્રક-humdekhengenews

ડીસામાં ચંદ્રલોક રોડ પર ડુંગળી ભરેલી એક ટ્રક રોડની સાઈડમાં આવેલ ગટરમાં ખાબકી હતી. મહારાષ્ટ્ર થી 25 ટન ડુંગળી ભરીને એક ટ્રક ડીસા માર્કેટયાર્ડમાં આવી હતી અને માર્કેટયાર્ડ જતી વખતે ચંદ્રલોક રોડ પર થી ટ્રક પસાર થઈ રહી હતી. તે દરમિયાન અચાનક રોડની સાઈડમાં આવેલ ગટરના ખાડામાં ખાબકી હતી. ટ્રક ખાડામાં ખાબકતા જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ટ્રકને બહાર નીકળવાની કામગીરી હાથ ધરી હતી.

ડુંગળી ભરેલી ટ્રક-humdekhengenews

 

 

જોકે 25 ટન વજન ભરેલું હોવાના કારણે ટ્રકને ક્રેનની મદદથી બહાર કઢાઈ હતી. સતત ચાર કલાક સુધી ભારે જહેમત બાદ મહામુસીબતે આ ટ્રક બહાર નીકળી હતી.ઉલ્લેખનીય છે કે, આ ગટરનું કામ બે દિવસ અગાઉ જ કરાયું હતું અને તે દરમિયાન આજે 25 ટન ભરેલી ટ્રક અચાનક તેના પરથી નીકળતા આ ઘટના બની હતી અને ટ્રક ગટરમાં ખાબકી હતી.

આ પણ વાંચો :રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાના લગ્નને લઈને હાર્ડી સંધુએ દાવો કર્યો, જાણો શું કહ્યું

Back to top button