ટોપ ન્યૂઝનેશનલ

નવું સંસદ ભવ્ય લાગે છે, ક્યારેય નહીં કરતા મોડું સારૂ : ઓમર અબ્દુલ્લાના Tweet થી રાજકારણ ગરમાયુ

Text To Speech
  • જમ્‍મુ-કાશ્‍મીરના પૂર્વ મુખ્‍યમંત્રીના ટ્‍વીટથી આવ્‍યો ટ્‍વીસ્‍ટ
  • મોદીએ નવી સંસદનો વીડીયો શેર કરવા લોકોને કરી અપીલ
  • પોતાના વોઇસ ઓવર સાથેનો વીડિયો PM કરશે રી-ટ્વિટ

ભારતના ઈતિહાસમાં આવતીકાલે 28 મેનો દિવસ ખાસ બનવા જઈ રહ્યો છે. આ દિવસે દેશને નવુ સંસદ ભવન મળવા જઈ રહ્યું છે. જ્‍યાં શાસક પક્ષ તેના વખાણ કરી રહ્યો છે. બીજી તરફ વિપક્ષના નેતા રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસેથી તેનું ઉદ્ધાટન કરાવવા પર અડગ છે. આ દરમિયાન જમ્‍મુ-કાશ્‍મીરના પૂર્વ મુખ્‍યમંત્રી ઓમર અબ્‍દુલ્લાનું એક મોટું નિવેદન સામે આવ્‍યું છે. નવા સંસદ ભવનનાં વખાણ કરતાં તેમણે કહ્યું કે આ ભવન આવકારદાયક છે.

અબ્દુલ્લાની પાર્ટીએ કાર્યક્રમનો કર્યો છે બહિષ્કાર

તમને જણાવી દઈએ કે ઓમર અબ્‍દુલ્લાની આ ટિપ્‍પણી એવા સમયે આવી છે જ્‍યારે તેમની પાર્ટી સહિત અનેક વિપક્ષી દળો નવા સંસદ ભવનનાં ઉદ્ધાટન કાર્યક્રમનો બહિષ્‍કાર કરી રહ્યાં છે. પૂર્વ સીએમએ કહ્યું કે જ્‍યારે તેઓ લોકસભાના સભ્‍ય હતા, ત્‍યારે તેઓ વારંવાર પોતાના સાથી સાથે નવી અને સારી સંસદ ભવનની જરૂરિયાત વિશે વાત કરતા હતા.

19 પાર્ટીઓ નહીં જોડાઈ ઉદ્ઘાટન પ્રસંગે

અબ્‍દુલ્લાએ ટ્‍વીટ કર્યું, કયારેય ને કરતાં મોડું સારું, અને તે (નવું સંસદ ભવન) ભવ્‍ય લાગે છે. બીજી તરફ તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે તુણમૂલ કોંગ્રેસ, ડાબેરી, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી સહિત 19 વિપક્ષી પાર્ટીઓએ બુધવારે જાહેરાત કરી હતી કે તેઓ નવા સંસદ ભવનનાં ઉદ્ધાટન સમારોહનો બહિષ્‍કાર કરશે.તેમની માંગ છે કે રાષ્‍ટ્રપતિ વડાપ્રધાનને બદલે તેનું ઉદ્ધાટન કરે. ખાસ વાત એ છે કે વિરોધ પક્ષોના સંયુક્‍ત પત્ર પર હસ્‍તાક્ષર કરનારાઓમાં નેશનલ કોન્‍ફરન્‍સનો પણ સમાવેશ થાય છે.

Back to top button