પાલનપુર : ડીસાની સદરપુર પ્રાથમિક શાળાની છાત્રાએ વકૃત્વ સ્પર્ધામાં મેળવ્યો કાંસ્યચંદ્રક
પાલનપુર : મુડેઠા ગામમાં આનંદ પરિવાર દ્વારા આયોજિત આનંદ સન્માન ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાને સંસ્કારકાંઠા અને તમામ પ્રાથમિક શાળાઓને સંસ્કાર શાળા બનાવવાના ઉદ્દેશ્યથી ડીસા તાલુકાની 31 પ્રાથમિક શાળાના 529 જેટલા વિદ્યાર્થીઓએ વચ્ચે ‘ભવ્ય માનવ’ વિષય પર વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. જે કાર્યક્રમના મુખ્ય અતિથિ જિલ્લા બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનુભાઈ પટેલ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરતદાન ગઢવી, કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં વકૃત્વ સ્પર્ધા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સદરપુર પ્રાથમિક શાળા ના શિક્ષક રાહુલકુમાર કિશોરભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સદરપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. જેમાં ધોરણ-8ની વિદ્યાર્થીની પરમાર વનિતાબેન જયંતીભાઈ શાળા કક્ષાએ પ્રથમ નંબર મેળવી કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. જે બદલ સદરપુર પ્રાથમિક શાળા પરિવારે વનિતાબેન જયંતિભાઈ પરમારને અભિનંદન પાઠવ્યા હતા. સાથોસાથ કાર્યક્રમ ના આયોજક આનંદ પરિવાર તથા જૈન મુનિ શ્રી ગણિવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ તથા શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબ જેમના માર્ગદર્શન તથા સૂચન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : National Science Day : પાલનપુરની સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વિજ્ઞાન દિવસની કરાઈ ઉજવણી