ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : પરંપરાગત ધાન્ય પાકોમાં પોષણનો ભરપૂર ભંડાર

Text To Speech
  • રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન ન્યુટ્રીસિરિયલ યોજના અંતર્ગત પારપડામાં યોજાયો જિલ્લાકક્ષાનો મહોત્સવ

પાલનપુર : રાષ્ટ્રીય ખાદ્ય સુર ક્ષા મિશન ન્યુટ્રીસિરિયલ યોજના અંતર્ગત પાલનપુર તાલુકાના પારપાડા ખાતે આવેલ રામદેવપીર મંદિરના કેમ્પસમાં ધારાસભ્ય અનિકેતભાઇ ઠાકરના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાનો મહોત્સવ યોજાયો હતો. જેમાં ધારાસભ્યએ ન્યુટ્રીશન તથા વિવિધ ખેત પેદાશોના કૃષિ પ્રદર્શનને ખુલ્લું મુક્યું હતું.

પાલનપુર-humdekhengenews

 

 

આ પ્રસંગે ખેડુતોને સંબોધતા ધારાસભ્ય અનિકેતભાઇ ઠાકરે જણાવ્યું હતું કે, લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી ભારત સરકાર દ્વારા ખાદ્ય સુરક્ષા મિશન ચલાવવામાં આવે છે. તેમણે કહ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રસ્તાવને દુનિયાના 80 ટકા દેશોએ સ્વીકારતા સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ-2023 ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

 

પાલનપુર-humdekhengenews

આપણા પરંપરાગત પાકો જેવા કે જુવાર, બાજરી, રાગી, કોદરા, નાગલી, રાજગરો જેવા ધાન્ય પાકોમાં પોષણનો ભરપૂર ભંડાર હોય છે. આજે ફાસ્ટ ફૂડના લીધે કુપોષણનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે પોષણયુક્ત ખોરાક લઇ સુખી અને તંદુરસ્ત જીવન જીવીએ.

pl50

ધારાસભ્યએ કહ્યું કે, પ્રાકૃતિક ખેતીના ફેલાવા અને પ્રચાર-પ્રસાર માટે આપણા રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા સમગ્ર રાજ્યમાં અભિયાન ઉપાડવામાં આવ્યું છે ત્યારે રાસાયણિક ખેતીને તિલાંજલિ આપી પ્રાકૃતિક ખેતી અપનાવવા જગતના તાત ખેડુતોને અપીલ કરું છું તેમ તેમણે જણાવ્યું હતું.

pluji60

આ પ્રસંગે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ફૂડ ટેકનોલોજી વિભાગના ડીન ર્ડા. આઇ.એન.પટેલ અને સંશોધન વૈજ્ઞાનિક ર્ડા.આર.એન.ગામીએ ખેડુતોને માહિતી આપતા જણાવ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આ વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આપણો જિલ્લો મોટા ધાન્ય પાક બાજરી, જુવારના વાવેતર અને ઉત્પાદનમાં સમગ્ર રાજ્યમાં મોખરે છે ત્યારે તેની ઉત્પાદકતા વધારી બાજરીમાંથી ફક્ત રોટલા, ઢેબરા કે ખીચડી બનાવીએ એટલું પુરતુ નથી તેમાં વેલ્યુ એડિશન કરી શકાય એ માટે બાજરીના ખાખરા, બિસ્કીટ વગેરે બનાવી વધારે આવક મેળવી શકાય એ દિશામાં પ્રયત્નો વધારવાની જરૂર છે.

આ પણ વાંચો : પાલનપુર : આયર્ન મોદી હત્યા કેસના 10 આરોપીઓ ઝબ્બે

Back to top button