પાલનપુર : ડીસાના નાની આખોલ ગામેથી પાર્લર પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો


- * બનાસકાંઠા એલસીબી પોલીસે રેડ કરી 829 બોટલો ઝડપી
પાલનપુર : ડીસા તાલુકાના નાની આખોલ ગામે પાર્લર અને નાસ્તા હાઉસમાં વિદેશી દારૂ વેચાતો હોવાની બાતમીના આધારે બનાસકાંઠા એલસીબી પોલીસે રેડ કરતા પાર્લર તેમજ આજુબાજુના વિસ્તારમાંથી મળી કુલ 829 બોટલો વિદેશી દારૂની મળી આવતા પોલીસે રૂ. 82,735 નો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સો વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.
બનાસકાંઠા એલસીબી પોલીસને ડીસા તાલુકાના નાની આખોલ ગામે લક્ષ્મી ટી પાર્લર એન્ડ નાસ્તા હાઉસમાં વિદેશી દારૂ વેચાતો હોવાની વાતની મળતા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની સુચનાથી એલસીબી પીઆઇ એસ.ડી.ધોબી અને પી.એસ.આઇ. એ. બી. ભટ્ટ, પીએસઆઇ પી. એલ. આહીર અને પી.એસ.આઇ. એચ.સી. દરજી સહિતની ટીમે નાની આખોલ ગામે રેડ કરી હતી. જે દરમિયાન લક્ષ્મી ટી પાર્લર એન્ડ નાસ્તા હાઉસ માંથી તેમજ પાર્લરના આજુબાજુના વિસ્તારમાંથી પોલીસને કુલ વિદેશી દારૂ અને બિયરની 829 બોટલ કિંમત રૂ. 82,735/- નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ દારૂનો જથ્થો પાર્લરના માલિક નાની આખોલ ડીસા ગામના જામતુભા રજજુસિંહ પરમાર દરબાર તેમજ ડીસાના માલગઢ ગામના રમેશ નવાજી માળી નો હોવાનું જાણવા મળ્યું હતું.જોકે બંને આરોપીઓ સ્થળ પર હાજર મળ્યા ન હતા. જેથી પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી બંને સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો : પાટણ : રાધનપુર પાસે અકસ્માતમાં આઠ લોકોના મોત, પોલીસ સામે હપ્તાના ગંભીર આક્ષેપ