ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: અધૂરા માસે જન્મેલ શિશુ 23 દિવસની સફળ સારવારથી સ્વસ્થ થયું

પાલનપુર: પશુપાલકોની સંસ્થા બનાસ મેડીકલ કોલેજ સંચાલિત જનરલ હોસ્પિટલ પાલનપુર અત્યંત આધુનિક તબીબી સારવાર આપવામાં મોખરે છે. બનાસ મેડીકલ કોલેજના ચેરમેન પી. જે. ચૌધરીના જણાવ્યા પ્રમાણે બનાસ મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે તમામ વિભાગોમાં સારવાર લેવા આવતા દર્દીઓને ઉત્કૃષ્ટ પ્રકારની સારવાર આપવામાં આવી રહી છે.બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ભાગળ ગામના વતની બેગડીયા બકીબેન નરેશભાઈને અધૂરા માસે જન્મેલા શિશુને બનાસ જનરલ હોસ્પિટલમાં 23 દિવસ જેટલી લાંબા સારવાર આપ્યા બાદ સ્વસ્થ થતાં તેમને રજા આપવામાં આવી છે.

થોડાક દિવસો અગાઉ બકીબેન બેગડીયાને પ્રસુતિની પીડા ઉપડતા પેટના ભાગે દુખાવો થતાં તાત્કાલીત નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જલોત્રા ખાતે લઈ જવામાં આવ્યા હતા. જલોત્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તેમને અધૂરા માસે બાબાનો જન્મ થતા વધુ સારવાર અર્થે ત્યાંના તબીબ દ્વારા ભલામણ કરવામાં આવતા 108 મારફતે પાલનપુરની બનાસ સિવિલ જનરલ હોસ્પિટલ ખાતે આવેલ એસ.એન.સી.યુ. માં લાવવામાં આવ્યા હતા. એ સમયે અધૂરા માસે જન્મેલા બાળકનું વજન કરતા બાળકનું વજન 1400ગ્રામ હતું. જેના લીધે બાળકના ફેફસા નબળા તેમજ શ્વાસ લેવામાં તફલીફ પડતી હતી.

બનાસ સિવિલ જનરલ હોસ્પિટલની તબીબી ટીમે ઉત્કૃષ્ટ સારવાર આપી

બનાસ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. સુનિલ જોષીના માર્ગદર્શન હેઠળ બાળકોના વિભાગના ર્ડા. અજીતકુમાર શ્રીવાસ્તવ, ર્ડા. નેહા શર્મા, ડૉ.આશા પટેલ, ડૉ. ધારા ચૌધરી દ્વારા બાળકની ગંભીર સ્થિતિ જોઇ આ બાળકને સી-પેપ મશીન પર રાખવામાં આવ્યું હતું અને બાળકના હ્રદય ધબકારા વધારવા માટે ઈન્જેક્શનો ચાલુ કરવામાં આવ્યા હતા. શરૂઆતના તબક્કામાં ચેપ લાગવાથી એન્ટીબાયોટિકની સાથોસાથ આઈ.વી.આઈ.જી, એમીનોવીન ઈન્જેકશન આપવામાં આવ્યા હતા.

જે બાદ ઓછા વજન સાથે જન્મેલા બાળકને પીળીયાની અસર જોવા મળતા ફોટોથેરાપી અપાઈ હતી અને બાળકના રક્તકણો પણ ઓછા થઈ જવાથી માઈનર બ્લીડીંગના લીધે બાળકને લોહી ચડાવવામાં આવ્યું હતું. આ તમામ પ્રકારની તબીબી સારવાર બાદ બાળકની સ્થિતિમાં સુધારો જણાતા બાળકને નળી દ્વારા દુધ આપવામાં આવ્યું, જેના લીધે બાળકનું વજન ધીમે ધીમે સુધારા ઉપર આવતા કાંગારું મધર કેર શરૂ કરી બાળકને માતાનું ધાવણ આપવામાં આવ્યું હતું. આ 23 દિવસની સઘન સારવાર બાદ બાળક સંપૂર્ણ સ્વસ્થ થતાં તેને હોસ્પિટલમાંથી ઘેર જવાની રજા આપવામાં આવી છે. ગરીબ પરિવારને પોષાય નહીં તેવી મોંઘી તબીબી સારવાર નિઃશુલ્ક મળતા બાળકના પરિવારમાં ખુશી જોવા મળી રહી છે. માતા અને બાળક સ્વસ્થ હેમખેમ ઘેર આવતા તેમના પરિવારે બનાસ સિવિલ હોસ્પિટલના તબીબો સહિત નર્સિગ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો :નડિયાદ: બીજીવાર વીજ ચોરીમાં પકડાતા યુવાનને રૂ.99.51 લાખનો દંડ

Back to top button