ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: ડીસા- ભીલડી હાઇવે પર ટ્રેલરની ટક્કરે પોલીસ કર્મીનું મોત

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ડીસા – ભીલડી હાઇવે પર સવારે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવાર ASI પોલીસકર્મીનું ટ્રેલરે ટક્કર મારતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ડીસાના ભીલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને રજપૂર્માં રહેતા એએસઆઇ ઘનશ્યામભાઈ સુલોદીયા ડીસાથી ભીલડી જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. પુર ઝડપે જઈ રહેલા ટ્રેલર ચાલકે બાઇક સવાર પોલીસકર્મીને ટક્કર મારી હતી.

આ ઘટના ભીલડી કબીરા હોટલ પાસે બની હતી. જ્યારે ઘટનાની જાણ થતાં જ પોલીસ અને નેશનલ હાઈવે પેટ્રોલિંગની ટીમ સાથે 108 ઈમરજન્સી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઘનશ્યામભાઈના મિલનસાર સ્વભાવના કારણે બહોળું મિત્ર વર્તુળ ધરાવતા હતા. તેમના અવસાનથી શોકની લાગણી પ્રસરી હતી.

આ પણ વાંચો:Ind vs Aus : ભારતે પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને એક ઇનિંગ અને 132 રનથી આપી માત

Back to top button