ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: જુનાડીસા હાઇવે પર આઈસર ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં રાહદારીનું મોત

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જુનાડીસા હાઇવે પર સોમવારે સવારે એક આઈસર ટ્રક અને રિક્ષા વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં એક રાહદારીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટના ધુમ્મસના કારણે સર્જાઈ હોવાનું અનુમાન થઈ રહ્યું છે. ડીસાથી છ કિલોમીટર દૂર આવેલા જુનાડીસા ગામ પાસેના હાઇવે પર સોમવારની વહેલી સવારે અક્સ્માતની ઘટના સર્જાઈ હતી. જેમાં એક આઈસર ટ્રક અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.

ધુમ્મસના કારણે અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન

જેમાં ધુમ્મસના કારણે સર્જાયેલા અક્સ્માતમાં આઈસર ટ્રકના ચાલકે રોડ ઉપર જઈ રહેલા એક રાહદારીને અડફેટમાં લીધો હતો. આ ઘટનાના પગલે આજુબાજુથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. આ અંગે 108ને જાણ કરવામાં આવી હતી. અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા રાહદારીનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું.અકસ્માતમાં મુત્યુ પામેલાની લાશને પીએમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

અકસ્માતને પગલે જિલ્લા ટ્રાફીક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જેમાં આઈસર ચાલકની પોલીસે અટકાયત કરી હતી. આ અસ્માત વહેલી સવારના ધુમ્મસના કારણે સર્જાયો હોવાનું અનુમાન થઈ રહ્યું છે. જ્યારે આ ઘટનાને લઈને જુનાડીસા ગામમાં અરેરાટી પ્રસરી છે.

આ પણ વાંચો :ગુજરાતના 9.50 લાખ યુવાઓનું ભવિષ્ય ઉજાડનાર કોણ છે, જાણો વિગત

Back to top button