પાલનપુર : ડીસામાં શ્રી 108 દાદા શિવગર સ્વામીની 20 મી વર્ષગાંઠની નીકળી ભવ્ય શોભાયાત્રા
પાલનપુર: ડીસા શહેર જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ સંતોષી માતાના મંદિર પાછળ આવેલ શ્રી 108 દાદા શિવગર સ્વામીની 20મી વર્ષગાંઠ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રા નિકાળવામાં આવી હતી.
શ્રી દાદા શિવગર સેવા સમિતિ અને સમસ્ત માળી સમાજ દ્વારા કરાયું હતું આયોજન
અહિના સંતોષી માતાના મંદિર પાછળના ભાગેથી આ શોભા યાત્રા નીકળી ફુવારા સર્કલ થઈને બગીચા પાસેથી ફરીને પરત સંતોષી માતાના મંદિર પાછળ આવી હતી. જ્યાં સાંજે ભજન- કીર્તન અને સત્સંગમાં ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જ્યારે બીજા દિવસે હવન તેમજ ભોજન પ્રસાદનો ભાવિ ભક્તોએ મોટી સંખ્યામાં હાજર રહી દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે ની સારી રીતે ઉજવવા માં શ્રી દાદા શિવગર સેવા સમિતિ ડીસા દ્વારા આ ધાર્મિક પ્રસંગને દીપાવી ઉઠ્યો હતો.
આ પણ વાંચો :પાલનપુર : ગુજરાતના વાછોલમાં રાજસ્થાન સરકારે પાઇપલાઇન નાખી દીધી