

કાર્તિક આર્યનની તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ ની આજકાલ દરેક જગ્યાએ ચર્ચા ચાલી રહી છે. પણ તેણી આ ખુશીમાં ગ્રહણ લાગ્યું છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ અને દર્શકોના દિલમાં ધૂમ મચાવી દીધી છે. તો બીજી તરફ હવે કાર્તિકને કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યો છે.
અભિનેતાએ સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી છે કે તે ફરી એકવાર કોરોના વાયરસની ઝપેટમાં આવ્યો છે. પોતાનો એક ફોટો શેર કરતા અભિનેતાએ પોતાના કોરોના વાયરસના સંક્રમણ વિશે માહિતી આપી છે.
કાર્તિક આર્યને ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે, જેની સાથે તેણે તેની ‘ભૂલ ભુલૈયા 2’ની સફળતા તરફ ઈશારો કરતા કેપ્શનમાં લખ્યું છે – ‘બધું જ પોઝિટિવ થઈ રહ્યું હતું, કોરોના બાકી રહી ગયો’તો.’ આ સાથે તેણે હસતું એક ઇમોજી પણ મૂક્યું છે. હવે કાર્તિક આર્યનની પોસ્ટ પર કોમેન્ટ કરીને યુઝર્સ તેને પોતાનું ધ્યાન રાખવાનું કહી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, આ બીજી વખત છે જ્યારે કાર્તિક આર્યન કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યો છે. આ પહેલા પણ અભિનેતા કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયો હતો.
આ દિવસોમાં, કાર્તિક તેની તાજેતરમાં રિલીઝ થયેલી ભૂલ ભૂલૈયા 2 માટે પ્રશંસા મેળવી રહ્યો છે. ફિલ્મે 2 અઠવાડિયામાં 137 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.
આ ફિલ્મમાં કાર્તિક આર્યનની સાથે કિયારા અડવાણી, તબ્બુ પણ મહત્વના રોલમાં છે. ફિલ્મ રિલીઝ થયા બાદ પણ કાર્તિક તેના પ્રમોશનમાં કોઈ કસર છોડી રહ્યો નથી. ખૂબ બધી દોડાદોડી કરી રહ્યો છે. અભિનેતાએ મુંબઈ, પુણે, કોલકાતામાં અલગ-અલગ રીતે પોતાની ફિલ્મનું પ્રમોશન કર્યું હતું. સોશિયલ મીડિયા પર પણ કાર્તિક સતત તેની ફિલ્મ સાથે જોડાયેલી પોસ્ટ શેર કરી રહ્યો છે. આ દોડધામમાં જ હવે તેને પણ કોરોના સંક્રમણ થઈ ગયું છે.