પાલનપુર : પાટણના અઘારમાં કુંવારીકા ધામમાં સંતોનું ભવ્ય સામૈયુ
પાલનપુર : પાટણ જિલ્લામાં આવેલ અઘાર ગામમાં કુંવારીકા માતાજીનું મંદિર આવેલું છે. આ ગામમાં મોટાભાગે પટેલ, દરબાર, ઠાકોર સમાજ સહિત અન્ય સમાજના લોકો નિવાસ કરે છે. ત્યારે આ ગામમાં કુવારીકા માતાજીના ધામમાં સંતોનું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. પાલનપુરમાં આવેલા વિજય હનુમાન મંદિરના મહંત 1008 શ્રી કલ્યાણ ગીરીજી મહારાજના શિષ્ય શ્રી સ્વામી આનંદ રાજેન્દ્ર તેમજ આ ધામના સ્થાનિક સંત શ્રી મહેશપુરીજીને શણગારેલા રથમાં બિરાજમાન કરી વાજતે ગાજતે શોભાયાત્રા નિકાળવામાં આવી હતી.
શોભાયાત્રામાં 4000 લોકો જોડાયા
અંદાજે ગામના ચાર હજાર ભાવિકો શોભાયાત્રામાં જોડાયા હતા. જ્યારે કળશધારી મહિલાઓ સાથે નીકળેલી આ શોભાયાત્રાથી ગામનું વાતાવરણ દિવ્ય બન્યું હતું. સંતોનું કુંવારિકા માતાજીના મંદિર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંતોએ માતાજીની આરતી કરી હતી.
આ પ્રસંગે યોજાયેલા વાર્ષિકોત્સવના કાર્યક્રમમાં સંતોએ આશિર્વચન પાઠવ્યા હતા. જ્યારે બાળકોને એ ઇનામનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : મોરબી દુર્ઘટનાની જવાબદારી સ્વીકારી મુખ્યમંત્રી રાજીનામું આપે : કોંગ્રેસ નેતા