ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસામાં સમાલ ગોળ દરજી સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો

Text To Speech

પાલનપુર : ડીસામાં શ્રી સમાલ ગોળ દરજી સમાજનો પ્રથમ વખત સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં સમાજના નવા પ્રમુખનું અભિવાદન કરાયું હતું . ડીસા અને પાટણ પરગણા ના શ્રી સમાલ ગોળ દરજી સમાજનો નવા વર્ષનો સ્નેહમિલન સમારોહ ડીસા ખાતે આશાપુરી સોસાયટીમાં યોજાયો હતો. જેમાં તાજેતરમાં સમાજના નવા બનેલા પ્રમુખ સોમાભાઈ દરજીનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

સ્નેહમિલન -Humdekhengenews

સમાજના પૂર્વ પ્રમુખ કેશવલાલ ચાવડાએ નવા પ્રમુખનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે દરજી સમાજના ભાઈ -બહેનો બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સ્નેહ મિલન સમારોહના ભોજન દાતા તરીકે સોમાભાઈ દરજી,આશારામભાઈ દરજી અને જયંતીભાઈ દરજીએ લાભ લીધો હતો. સમાજના યુવાનોએ સ્નેહમિલન સમારોહને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

સ્નેહમિલન -Humdekhengenews

 

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: કચ્છની 6 બેઠક પર કોનું છે પ્રભુત્વ, શું છે રાજકીય સમીકરણ

Back to top button