ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસામાં SBI બેંક દ્વારા આત્મનિર્ભર ભારત સ્કીમ અંતર્ગત યોજાઈ ખેડૂત શિબિર

Text To Speech
  • બેંક દ્વારા ખેડૂતોને લગતી વિવિધ યોજનાઓની માહિતી અપાઈ

પાલનપુર : ભારતીય સ્ટેટ બેન્ક દ્વારા ડીસા ખાતે કેન્દ્ર સરકારની આત્મનિર્ભર ભારત સ્કીમ અંતર્ગત પ્રગતિશીલ ખેડૂતોની શિબિર યોજાઈ હતી.જેમાં બેંક અને સરકાર દ્વારા ખેડૂતોને લગતી વિવિધ યોજનાઓ અંગેની માહિતી આપવામાં આવી હતી.

આત્મનિર્ભર ભારત -humdekhengenews

 

ભારતીય સ્ટેટ બેન્ક દ્વારા ડીસા ખાતે અનંત્રા ગ્રીન હોટલમાં બનાસકાંઠા જિલ્લાના ઉચ્ચ મૂલ્યો ધરાવતા તેમજ પ્રગતિશીલ ખેડૂતોની શિબિર યોજાઈ હતી. જેમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ના રીજનલ મેનેજર સંજય અંબાસ્થા, એસબીઆઇના ગાંધીનગર ચીફ મેનેજર દેવ, પાલનપુર ચીફ મેનેજર બ્રિજ ભુષણ બંટી તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસાના પ્રો ડો. સચિન માલવે, દાંતીવાડા કૃષિ યુનિ ના મુખ્ય બટાટા સંશોધન કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક ડો. જીગ્નેશ પટેલ,દાંતીવાડા કૃષિ યુનિના તેલીબીયા સંશોધન કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક ડો.ગોકિલ પ્રસાદ ગંગવાલ, ડીસા સ્ટેટ બેન્કના મેનેજર નીતિનભાઈ, સહિત નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.

આત્મનિર્ભર ભારત -humdekhengenews

આ પ્રસંગે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ ખેડૂતોને બેંક અને સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત અંતર્ગત ચાલતી વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓની જેવી કે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ, એનિમલ હસબન્ડરી પ્રોજેક્ટ, પી.એમ. એફ.એમ.ઈ., તેમજ કે.સી.સી.પ્રોજેક્ટ સહિત વિવિધ નાણાકીય યોજનાઓની માહિતી આપી તેનો લાભ લઈ કિસાનો વધુમાં વધુ પ્રગતિ કરે તે માટે યોજનાઓની વિસ્તૃત સમજણ આપી હતી.

જ્યારે દાંતીવાડા કૃષિ યુનિના કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને પાક ફેર બદલી,વધુ મા વધુ ઓર્ગેનિક ફાર્મિંગ, બટાકામાં વાવણી વખતે તેમજ વાવણી પૂર્વે લેવાની કાળજી,રાસાયણિક ખાતરો દવાઓનો નિયંત્રીત ઉપયોગ સહિતની માહિતી આપી હતી.આ પ્રસંગે બેંક દ્વારા ખેડૂતોનું સાલ તેમજ મોમેન્ટો આપી સન્માન પણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : સી.આર. પાટીલે પાકિસ્તાન પર કર્યા આકરા પ્રહારો !

Back to top button