પાલનપુર : થરાદના ચુડમેર પુલ પાસેથી તરતો મૃતદેહ મળી આવ્યો


પાલનપુર : થરાદના ચૂડમેર ગામ પાસે નર્મદા કેનાલમાં કોઈ એ ઝંપલાવ્યું હોવાની પાલિકાને જાણ થઈ હતી. જેને લઇને તરવૈયાની ટીમ કેનાલ ઉપર પહોંચી હતી. શોધખોળના અંતે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. થરાદ નર્મદા કેનાલમાં ફરી એક યુવકે એ ઝંપલાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જેમાં બુધવારે સાંજે 06.24 ના સમયે પાલિકાને કોલ મળતા થરાદ મુખ્ય કેનાલમાં ઢીમા પુલ નજીક કોઈ યુવકના કપડા, પાકીટ, ચંપલ વગેરે જેવી ચીજ વસ્તુ બહાર પડી હોવાથી શંકાના આધારે ગુરુવારે વહેલી સવારે શોધખોળ ચાલુ કરી હતી. પૂરો દિવસ શોધખોળ કરતા મોડે સુધી સફળતા મળી ન હતી.
જેથી ફરીથી શુક્રવારે સવારે ફરી શોધખોળ ચાલુ કરી હતી. અને ચૂડમેર પુલ નજીક કોઈ યુવક તરતો હોવાનું જાણવા મળતા તેનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢી લાશને પરિવાર સોપવામાં આવી હતી. તે યુવક ચાળવા ગામ નો કમલેશભાઈ દેવશીભાઈ રાવળ હોવાનું જાણવા મળેલ. જેની ઉમર વર્ષ 20 હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો : હંમેશા વિવાદમાં રહેનારી કિર્તી પટેલની હવે આ કારણે થઈ ધરપકડ