ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન સભા મળી

Text To Speech

પાલનપુર : ડીસા ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી સંજયભાઈ દવેના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની સંકલન સભા યોજાઈ હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની જિલ્લા કક્ષાની સંકલન સભા ચિ.હં.દોશી પ્રા. શાળા ડીસા ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંજયભાઈ દવેના અધ્યક્ષ સ્થાને મળી. જેમાં એજન્ડા મુજબની કાર્યવાહી અને પ્રસ્તાવના મહામંત્રી પ્રાગજીભાઈ પટેલ ઘ્વારા આપવામાં આવી હતી.

સંકલન સભામાં – સભ્યનોધણી બાબતે તેમજ નાણાંકીય પારદર્શક વહીવટ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હત. ચાલુ વર્ષ દરમ્યાન કરવામાં આવેલા શિક્ષક સંઘની કામગીરી સાથે સાથે જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે આપવામાં આવેલા કાર્યક્રમોની સમીક્ષા કરી જુની પેન્શન યોજના શરૂ કરવા નિર્ધાર વ્યકત કરવામાં આવ્યો.ભવ્ય કલામંચ જેવા કાર્યક્રમ બદલ જિલ્લા વિકાસ અધિકારી સ્વપનિલ ખરે અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વી.એમ. પટેલનો મંડળ વતી આભાર પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. સંગઠનમાં મહિલાઓની કામગીરી અને કારોબારીની રચના ઉપરાંત તાલુકા જિલ્લા કક્ષાના અધિકારીઓથી પડતી તકલીફો બાબતે ગંભીર ચર્ચા કરવામાં આવી. આગામી સમયમાં સંગઠન પ્રભાવી અને નિયમબધ્ધ બને તે બાબતે પ્રશિક્ષણ વર્ગ યોજવા નિર્ણય કરાયો છે. સંકલન સભામાં નિયમિત પગાર બાબતે અને સેવા વિનિમિત, જી.પી.એફ હિસાબો, સેવાપોથી બી.એલ.ઓની કામગીરી શિક્ષકો પાસેથી ન કરાવવા શિક્ષણ શિવાયની વધારાની કામગીરી ન આપવા તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની ખાલી જગ્યા પર શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ સિનિયર શિક્ષકને ચાર્જ આપવા જેવા પ્રશ્નોની રજુઆત કરવા અને નિરાકરણ લાવવા નિર્ણય કરવામાં આવ્યો હતો.  સંઘના પ્રમુખ સંજયભાઈ દવે દ્વારા પ્રાથમિક શિક્ષકોના હોદેદારોને માન સન્માન કાર્યક્રમો નહિ પણ પ્રશ્નોના નિરાકરણ માટે સંઘર્ષ કરવાની દીવાળીના અવસર પર નેમ લેવા જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : પાલનપુર : ડીસા માં અલગ અલગ જગ્યાએથી શંકાસ્પદ માવાના સેમ્પલ લેવાયા

Back to top button