ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: મહિલાને બિભત્સ મેસેજ કરતા વડગામ તાલુકાના તલાટી સામે નોંધાઈ ફરિયાદ

Text To Speech

પાલનપુર: વડગામ તાલુકાના નાવિસણા ગામના તલાટીએ મહિલા અરજદારને આવકના દાખલા માટે કરેલા ફોન ઉપર વોટ્સએપ મેસેજ કરી બિભત્સ માગણી કરતા મહિલા અરજદારે તલાટી વિરુદ્ધ પાલનપુર પૂર્વ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેને લઈને ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર ઘટના તલાટી વર્તુળમાં ચર્ચાપદ બની છે.

આવકનો દાખલો લેવા અરજદારે સંપર્ક કર્યો હતો

આ અંગેની હકીકત એવી છે કે મૂળ નાવીસણા ગામના અને હાલ પાલનપુરમાં રહેતા સુનિતાબેન (નામ બદલ્યું છે) કે જેમના પતિ આર્મીમાં સેવા આપી રહ્યા છે. જેમને આવકના દાખલાની જરૂર હોવાથી સુનીતાબેન વડગામના નાવીસણા ગ્રામ પંચાયતમાં દાખલો કઢાવવા માટે ગયા હતા. પરંતુ તલાટી વડગામ હોવાથી તેમણે ફોન ઉપર તલાટીનો સંપર્ક કરી કર્યો હતો. અને તેઓ વડગામ ખાતે તાલુકા પંચાયતમાં તલાટીને મળેલા. ત્યારે તલાટીએ બીજા દિવસે દાખલો લઈ જવાનું જણાવ્યું હતું.

જ્યારે બીજા દિવસે સાંજના સમયે તલાટીએ સુનીતબેનના મોબાઈલ ઉપર વોટ્સએપ મેસેજ મોકલી બિભત્સ માંગણી કરી હતી. જેથી સુનિતાબેન સમી સમી ઉઠ્યા હતા. જેમને પોતાના બહેનને આ મેસેજ બતાવી અને પાલનપુર પૂર્વ પોલીસ મથકમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે નાવીસણા ગ્રામ પંચાયતના તલાટી લવજીભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આમ તલાટીએ આવકના દાખલા માટે સુનિતાબેનના મોબાઈલ ફોન ઉપર મેસેજ કરીને કરેલી બિભત્સ માંગણીની આ ઘટનાએ તલાટી વર્તુળમાં ભારે ચર્ચા જગાવી દીધી હતી. જ્યારે પોલીસે આઇ.પી.સી. કલમ ૩૫૪ -એ મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :વિધાનસભામાં અમિત ચાવડાએ કોંગ્રેસ પક્ષનો પદભાર સંભાળ્યો, જાણો કોણ રહ્યું ગેરહાજર

Back to top button