ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડોર ટુ ડોર કચરાના વાહનની ટક્કરે ડીસામાં બાળકનું મોત

Text To Speech

પાલનપુર : ડીસામાં નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરવા માટે વાહનો અલગ -અલગ વિસ્તારમાં ચાલી રહ્યા છે. ત્યારે નવા વર્ષના પ્રારંભે જ આવા એક વાહને માસુમ બાળકને ટક્કર મારી હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલા આ બાળકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

 

બાળકને કચરાના વાહનની જોરદાર ટક્કર વાગી

ડીસાના ગવાડી વિસ્તારમાં આવેલી અમન પાર્ક સોસાયટીમાં રવિવારે ડોર ટુ ડોર કચરાનું વાહન કચરો કલેક્શન કરવા માટે પહોંચ્યું હતું. આ દરમિયાન સોસાયટી પાસે અયાન નામના બાળકને કચરાના વાહનની જોરદાર ટક્કર વાગી હતી. જેથી માસુમ બાળક ગંભીર રીતે ઘવાયો હતો.

ડીસા-humdekhengenews

આ ઘટનાના પગલે સોસાયટીના લોકો મોટી સંખ્યામાં એકતા થઈ ગયા હતા, અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે અયાન નામના આ માસુમ બાળકનું સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યું હતું.જેના પગલે સોસાયટીમાં શોકનો માહોલ પ્રસર્યો હતો. આ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : ‘જો ન્યાય નહીં મળે તો હું દેશ છોડી દઈશ…’, સિદ્ધુ મૂસેવાલાના પિતાએ વ્યક્ત કર્યું દુઃખ

Back to top button