ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : દાંતાના ખેરાની ઊમરી ગામે એક કિલો વજનના જન્મેલા બાળકની 102 દિવસ સારવાર ચાલી

  • તબીબે લાંબી સારવારના અંતે નવજીવન આપ્યું
  • બનાસ જનરલ સિવિલના તબીબો દ્વારા સફળ સારવાર
  • કાંગારૂ મધર કેર દ્વારા બાળકી માતાનો સ્નેહ અને હુંફ મેળવતી રહી

પાલનપુર : બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકાના ખેરાનીઊમરી ગામના 1 કિલો વજન સાથે 6 માસે જન્મેલા બાળકને બનાસ સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા 102 દિવસની લાંબી સારવારના અંતે બચાવી લેવાયું હતું.

ગત 28 સપ્ટેમ્બરના રોજ બાળકની માતાને પેટમાં દુખાવો ઉપડતા નજીકની પ્રાયવેટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયાં હતા, અને વધુ સારવાર અર્થે જીલ્લાની સૌથી મોટી બનાસ સિવિલ પાલનપુર ખાતે લવાતા માતાને અધૂરા મહિના હોવાને લીધે PNC ખાતે રાખ્યા હતા. શારીરિક તફ્લીકોના પરિણામે તેમણે છ માસની ગર્ભાવસ્થા બાદ અધૂરા માસે નોર્મલ ડીલેવરી કરી પુત્રીને જન્મ આપ્યો હતો. જોકે જન્મ થતા જ બાળકીનું 1 કિલો વજન હતું. જેના લીધે જન્મતા ની સાથે જ નબળા ફેફસા હોવાથી શ્વાસ લેવામાં તકલીફ હતી. જેના લીધે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.સુનિલભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ બાળરોગ નિષ્ણાંત ડોક્ટર અજીત શ્રી વાસ્તવ, ડો.ભાવિ શાહ અને ડો.વર્ષા પટેલ દ્વારા બાળકની ગંભીર સ્થિતિ જોતા બાળકને સીપેપ મશીન પર મુકવામાં આવ્યું હતું. જે બાદ બાળકના હૃદયના ધબકારા વધારવા ઇન્જેકશનો ચાલુ કરવામાં આવ્યા હતા.

શરુઆતના તબક્કામાં ચેપ લાગવાથી એન્ટીબાયોટીક આપવામાં આવી હતી. અધૂરા માસે ઓછા વજન સાથે જન્મેલા બાળકને પીળીયાની અસર થતા ફોટોથેરાપી અપાઈ હતી. બાળકને ટુ-ડી-ઇક્કો દ્વારા તપાસ કરતાં બાળકને હદયમાં કાણું હોવાનું જાણવા મળતા સારવાર કરવામાં આવી હતી. શરૂઆતના દિવસોમાં બાળકને નળી દ્વારા દુધ આપવામાં આવ્યું હતું. જેના લીધે ધીમે ધીમે બાળકનું વજન વધતા કાંગારું મધર કેર શરૂ કરી માતાનું ધાવણ આપવામાં આવ્યું હતું. જેના સાથોસાથ મલ્ટીવિટામીન સીરપ દ્વારા પોષણ આપવામાં આવ્યું હતું. જોકે આ સ્થિતિ બાળકને રજા આપવી શક્ય ન હતી. પરંતુ માતા-પિતાની જીદના કારણે બાળકને લઈને દોઢ મહિના બાદ ઘરે પરત ફર્યા હતા. પરંતુ થોડાક દિવસોમાં બાળકની હાલત કફોડી બનતા જેઓ પાંચમાં દિવસે બનાસ સિવિલ એન.આઈ.સી.યુ. ખાતે આવ્યા હતા. જોકે બાળક બિલકુલ ધાવણ પણ લેતું ન હતું.

બાળકને નીમોનીયાની પણ અસર જોવા મળતા બાળકને ઓક્સિજન આપવામાં આવ્યું હતું. જયારે બાળકના વજનમાં નોધપાત્ર ધટાડો જોવા મળતા બાળકને નસમાં એન્ટીબાયોટીક અને પ્રવાહીના ઈન્જેકશન ફરીથી ચાલુ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરીવાર બાળકનો રીપોર્ટ કરાતા બાળકને પાંડુરોગ જણાતા બાળકને બે વખત લોહી ચડાવવામાં આવ્યું હતું. બાળકની સ્થિતિમાં સુધારો આવતા માતાનું ધાવણ શરૂ કરવામાં આવ્યું હતું.જેના કારણે બાળકના વજનમાં ધીમેધીમે સુધારો આવતા બાળકના એન્ટીબાયોટિક કોર્ષ પુરો કરીને બાળકને સપૂર્ણ સારવાર આપવામાં આવતા બાળક સ્વસ્થ થતા રજા આપવામાં આવી હતી. આમ ૨૪ કલાક નર્સિગ સ્ટાફની દેખરેખ હેઠળ રાખી બાળકને બચાવી લેવામાં આવ્યો હતો. બાળકના માતા પિતામાં હર્ષોલ્લાસની લાગણી જોવા મળી હતી

આ સ્થિતિ ના બાળકો મોટાભાગે બચી શકતા નથી

ઓછા વજનવાળા અને અધુરા માસે જન્મ્યા હોય અને ફેફસા પુરતા કામ કરતા ન હોય તે પ્રકારના બાળકોના જન્મ તો થાય છે પરંતુ તેમને બચાવવા ખુબ મુશ્કેલ હોય છે. શ્વાસની તકલીફ તથા ચેપ લાગવાથી તે ભાગ્યે જ બચે છે. પરંતુ બનાસકાંઠાના દાંતા તાલુકાના દંપતિના બાળકને બચાવી લેવાયુ હતુ.

બાળકની ખુબ જ સંભાળ લેવાઈ : બલીબેન ડાભી (બાળકની માતા)

બાળકની સારવારથી હર્ષધેલી માતા બલીબેન ડાભી કહે છે કે, મારી દીકરીને અધૂરા મહીને જન્મી હતી જેના પરિણામે અમે સતત 102 દિવસ સુધી બનાસ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે મારા અને મારા બાળકની ખુબજ સરસ સારસંભાળ રાખવામાં આવી હતી સિવિલમાં અમને ભોજન કાળજી પૂર્વક સ્તનપાન અગે માર્ગદર્શન અને દવાઓ સમયસર આપવામાં આવતી હતી હોસ્પિટલમાં ઘર જેવું વાતવરણ જોવા મળ્યું હતું.

આ પણ વાંચો : પાલનપુર : દાંતીવાડા ડેમમાં પક્ષીનો શિકાર કરવા મુદ્દે નોંધાઈ ફરિયાદ

Back to top button