ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: પુત્ર સાથે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા વેપારીએ મહિલાને બચાવી લીધી

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીમાં એક મહિલાએ શોપિંગ સેન્ટરના ધાબા ઉપર જઈ પુત્ર સાથે પડતું મૂકી માતાએ પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે વેપારીએ આવીને બંને જણાને બચાવી લીધા હતા. આ ઘટનાને લઈને અંબાજી ચકચાર મચી જવા પામી છે.

બનાસકાંઠાના અંબાજીમાં એક મહિલાએ ધાબા ઉપરથી પુત્રને નીચે ફેંકવાનો પ્રયાસ કરતી ઘટના સામે આવી છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અહીંના પંચાયતના શોપિંગ સેન્ટર ના ધાબા ઉપર ચડેલી મહિલાએ પ્રથમ પોતાના નાના દીકરાને ધાબા ઉપરથી નીચે ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગેની જાણ એક વેપારીને થતા ધાબા ઉપર પહોંચેલા વ્યાપારીએ બાળકને મહિલા પાસેથી પકડીને બચાવી લીધો હતો.

તો મહિલાએ ફરીથી પોતે પણ ધાબા ઉપરથી પડતું મૂકવાનો પ્રયાસ કર્યો હતો. તેને પણ વ્યાપારીએ અટકાવી સમજાવી અને બચાવી લીધી હતી. આમ વેપારીએ માનવતા દાખવી બંને માતા અને દીકરાને બચાવી લીધા હતા. જોકે કયા કારણોસર આ પગલું મહિલાએ ભર્યું છે. તેનું રહસ્ય હજુ અકબંધ છે. જોકે આ ઘટનાને લઈને અંબાજી સહિત સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે.

આ પણ વાંચો :PM મોદી આધુનિક ભારતના સ્વામી વિવેકાનંદ છે’, BJP સાંસદ સૌમિત્ર ખાને આપ્યું નિવેદન

Back to top button