ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022

પાલનપુર : ચુંટણી ખર્ચ ઉપર બાજ નજર, વાહનોનું ચેકીંગ સાથે સ્ટેટીક સર્વેલન્સની 75 ટીમો કાર્યરત

Text To Speech

પાલનપુર : વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અંતર્ગત 12-પાલનપુર વિધાનસભા મતદાર વિભાગમાં ચૂંટણી ખર્ચ ઉપર દેખરેખ રહે તે હેતુથી અમદાવાદ હાઇવે ઉપર એસ્બીપુરા પાટીયા, જુના આર.ટી.ઓ.ચેક પોસ્ટ, ગઢ-સામઢી રોડ, ધનિયાણા ચોકડી તથા એરોમા સર્કલ વિગેરે પાંચ જકાતનાકા ઉપર સ્ટેટીક સર્વેલન્સ ટીમ (SST) ની કુલ-75 ટીમો 24 કલાક કાર્યરત કરવામાં આવી છે. દરેક ટીમો દ્વારા પાલનપુર વિધાનસભા મતદાર વિભાગમાં આવતા વાહનોનુ ચેકિંગ કરી તેમાં કોઈ શંકાસ્પદ વસ્તુ, રોકડ કે અન્ય માદક પદાર્થ મળી આવે તો તેની સામો ચૂંટણી પંચની જોગવાઈ મુજબ કામગીરી કરવામાં આવશે તેમ ૧૨-પાલનપુર વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી સુશીલ પરમારે જણાવ્યું છે.

આ પણ વાંચો : જોધપુરમાં લૂંટારુઓ બેખૌફ, ધોળા દિવસે લૂંટ

Back to top button