પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે 74 લાખ તરબૂચ, શક્કરટેટીના રોપાઓનું કરાયું વાવેતર
પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતા જ મોટાભાગના ખેડૂતો તરબૂચ અને શક્કરટેટી વાવેતર કરતા હોય છે. આ વર્ષે વાવેતર પરિવર્તન જોવા મળ્યું છે. જેમાં દરેક ખેડૂતો સામાન્ય રીતે તડબૂચ અને શકકરટેટીનુ બીજથી વાવેતર કરતાં હતા.પરંતુ છેલ્લા બે વર્ષથી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ડીસા કે.વી.કે. ના માર્ગદર્શન હેઠળ જિલ્લાના મોટા ભાગના ખેડૂતો રોપાથી વાવેતર કરવાની પદ્ધતિ તરફ વળ્યા છે. જેમાં આ વર્ષે સમગ્ર જિલ્લામાં તરબૂચ અને શક્કર ટેટીના 74 લાખથી વધુ રોપાનું વાવેતર થયું છે.
ખેડૂતોને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોનું માર્ગદર્શન
ઉનાળામાં જિલ્લાના મોટા ભાગના ખેડૂતો 3200 હેકટરમાં તરબૂચ અને શક્કર ટેટીનું બીજથી વાવેતર કરતા હતા.પરંતુ છેલ્લા 2 વર્ષથી દાંતીવાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસા કે.વી. કે. ના વૈજ્ઞાનિક ડો.યોગેશ પવાર એ ખેડૂતોને રોપાથી વાવેતર તરફ વળવા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જેના ખૂબ સારા પરિણામ આવી રહ્યા છે.
ખેડૂતો એ બીજના બદલે રોપા નું વાવેતર કરતા થઇ ગઇ કમાલ, ચાલુ વર્ષે 54 લાખ રોપાનું વાવેતર વધ્યું
છેલ્લા બે વર્ષ થી ખેડૂતો તડબૂચ અને શકકરટેટીનું રોપાથી વાવેતર કરી રહ્યા છે.ગત વર્ષે જિલ્લાના ખેડૂતોએ 20 લાખ જેટલા રોપાથી વાવેતર કર્યું હતું.ત્યારે ચાલુ વર્ષે 74 લાખ તરબૂચ અને શક્કરટેટીના રોપાનું વાવેતર થયું છે. જેમાં દાંતીવાડાનું ખેડા ગામ વર્ષોથી 100 ટકા બીજથી વાવેતર કરતા હતા જેમાં ખેડૂતોએ હાલ 12 લાખ જેટલા રોપાનું વાવેતર કરી રહ્યા છે.
રોપાના વાવેતરથી ઉત્પાદન ઝડપથી મળે છે
શરૂઆતમાં ખેડૂતો બીજથી વાવેતર કરતા હતા, ત્યારે રોગના પ્રશ્નો અને બજાર ભાવ પણ ખેડૂતોને સારા મળતા ન હતા. પરંતુ ડીસા કે.વી.કે. ના માર્ગદર્શન હેઠળ ખેડૂતો રોપાથી વાવેતર કરતા 20 દિવસનું પાણી બચે તેમજ રોગ જીવાતના પ્રશ્નોનો પણ આવતા નથી.
મધમાખીની સંખ્યા વધુ જોવા મળે છે અને બીજો પાક પણ લેઈ શકાય છે. સૌથી પહેલા ખેડૂતોનો પાક બજારમાં આવશે અને બજાર ભાવ પણ સારા મળશે જેથી ખેડૂતોને ખુબજ ફાયદો થશે.
આ પણ વાંચો :પાલનપુર : “બાળ પ્રતિભા શોધ” સ્પર્ધામાં શ્રીમતી સાળવી પ્રા. શાળાની વિદ્યાર્થીનીઓ રાજય કક્ષાએ વિજેતા