ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022

પાલનપુર : ડીસા શહેર માં 63.34 ગ્રામીણ વિસ્તારમાં 79.42 ટકા મતદાન થયું

Text To Speech
  • સાંજે 5:00 વાગ્યા પછી થયેલા 12 ટકા મતદાન એ ઉમેદવારોની ઊંઘ ઉડાડી
  • સાંજે પાંચ વાગ્યે 61.34 ટકા મતદાન હતું, મોડે સુધી મતદાન ચાલતા 73.94 ટકા થયું

પાલનપુર : ડીસા વિધાનસભા બેઠક માટે સોમવારે મતદાન યોજાયું હતું. જેમાં સાંજે 5:00 વાગ્યા બાદ થયેલા 12% મતદાને ઉમેદવારોની અને રાજકીય સમીક્ષકોની ગણતરી ઊંધી પાડી દે તેવી સ્થિતિ કરી છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સોમવારે મતદાનની પ્રક્રિયા ધરાઇ હતી. જેમાં ડીસા વિધાનસભામાં શરૂઆતથી ખૂબ ધીમી ગતિથી મતદાન થતાં પ્રથમ ત્રણ કલાકમાં માંડ 20 ટકા જેટલું મતદાન થયું હતું.જો કે ત્યારબાદ મતદાન મથક તરફ મતદારોનો ઘસારો વધતા બપોરે લાઈનો લાગી હતી. જ્યારે સાંજે 5:00 વાગ્યા સુધીમાં ડીસા વિધાનસભા બેઠકનું કુલ મતદાન 61.34% નોંધાયુ હતું. જોકે જે મતદારો 5:00 વાગ્યા પહેલા મતદાન મથકમાં એન્ટ્રી લઈ લીધી હોય તેમને મતદાન મોડે સુધી પણ કરવા દેવું તેવો ચૂંટણી પંચનો નિયમ હોય અનેક જગ્યાએ મતદાન ચાલી રહ્યું હોવાના સમાચારથી મતદાનની ટકાવારીમાં થોડો ઘણો વધારો થશે તેવી આશંકા વચ્ચે રાજકીય સમીક્ષકો અને ઉમેદવારોએ 65 ટકા જેટલું કુલ મતદાનની ગણતરી કરી હતી.

જોકે સૂત્રોના જણાવ્યા મુજબ સાંજે 5:00 વાગ્યા પછી પણ ડીસામાં 36 જેટલા મતદાન મથકોમાં મોડે સુધી મતદાનની પ્રક્રિયા ચાલી હતી. જેમાં અનેક જગ્યાએ રાત્રે 10 વાગ્યા સુધી પણ મતદાનની પ્રક્રિયા ચાલી હતી. જેથી ડીસા વિધાનસભાનું બેઠકનું કુલ મતદાન મોડીરાત સુધી 72.94% જેટલું થયું હતું.સવારે આ આંકડો જાણ્યા પછી અનેક લોકો વિચારતા થઈ ગયા હતા. જ્યારે પાંચ વાગ્યા બાદ થયેલા આ 12થી વધુ ટકા મતદાન એ ઉમેદવારો અને રાજકીય સમીક્ષકોની ગણતરી અસમંજસ ભરી બનાવી દીધી છે. દિવસભર કોના તરફથી વધુ મતદાન થયું તેની ચર્ચાઓ ચાલી હતી.ડીસામાં મુખ્ય ચાર ઉમેદવારો મોટા મતદાર ધરાવતા સમાજના હોય મતદાનની ટકાવારી વધુ રહી છે. તમામ ઉમેદવારો પોતાની જીતના દાવા કરી રહ્યા છે ત્યારે હવે આઠમી એ મત ગણતરી ના દિવસની રાહ જોવી રહી.

આ પણ વાંચો : ચૂંટણી પરિણામ માટે એક્ઝિટ પોલના દાવા પાયાવિહોણા, કારણ જાણી રહેશો દંગ

Back to top button