ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: લક્ષ્યવેધ 5124 થરાદમાં રાષ્ટ્રીય સવ્યંસેવક સંઘના પથ સંચાલનમાં 5000 સ્વયં સેવક જોડાયા

Text To Speech

પાલનપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સમગ્ર ભારત ભર માં 98 વર્ષ થી “વ્યકિત નિર્માણ દ્વારા, રાષ્ટ્ર નિર્માણ” અને હિંદુ સમાજ ના સંગઠન માટે સતત પ્રયારત છે. આ ભગીરથ કાર્ય દરેક ગામ સુધી પહોચે તેવા શુભ આશયથી થરાદ જિલ્લા દ્વારા “લક્ષ્યવેધ 5124” જિલ્લા એકત્રીકરણનું ભવ્ય આયોજન યુગાબ્દ 5124, વિક્રમ સવંત 2079 પોષ વદ 8 ને રવિવારે તા. 15 જાન્યુઆરી 2023 ના રોજ “કેશવ નગર” થરાદ ખાતે યોજાયો હતો.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-humdekhengenews

રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘના જન્મ શતાબ્દી વર્ષ પૂર્વ થરાદ જીલ્લાના 8 તાલુકા અને 1 નગર કુલ 9 એકમના બધાજ ગામોમાં 419 ગામોમાંથી સ્વયં સેવકનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યુ હતુ. જેમા 8200 સ્વયં સેવકનું રજીસ્ટ્રેશન થયુ હતુ. જેમાં 6000 થી વધુ સ્વયં સેવકો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સ્વયં સેવકો માટે આ કાર્યક્રમ સવારે 8:30 થી સાંજે 5:30 સુધીનો હતો.

 

સ્વયં સેવકોનું થરાદ ના રાજમાર્ગો પર ઠેર ઠેર સ્વાગત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-humdekhengenews

તમામ સ્વયંસેવકો આર.એસ.એસ. ના ગણવેશ માં હાજર રહ્યા હતા. આ સ્વયં સેવકો દ્વારા સવારે 10:00 થી 12:00 વાગ્યા સુધી થરાદ શહેરના રાજમાર્ગો પર પથ સંચલન નીકળેલ. જેમા થરાદ શહેરમાં વિવિધ સંગઠનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વયં સેવકો દ્વારા છેલ્લા બે માસથી તડામાર તૈયારીઓ ચાલી રહી હતી.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-humdekhengenews

આ લક્ષ્યવેધ 5124 કાર્યક્રમમાં 9 નગર બનાવવામાં આવ્યા હતા. જે નગરનું નામ સ્થાનિક સંતોના નામ પરથી આપવામાં આવ્યા હતા. સાંજે 4:00 થી 5:30 જાહેર સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમા સમગ્ર જીલ્લામાંથીઆમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા. આ સમારોહ ના અતિથિ થરાદના તાલુકા આરોગ્ય અધિકારી ડો. હરિશ્ચંદ્ર વિ.જેપાલ અને વકતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના બૌધ્ધીક પ્રમુખ સુનીલભાઈ મહેતા હતા.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-humdekhengenews

આ પણ વાંચો :પાકિસ્તાનના આર્થિક સંકટ અંગે વડાપ્રધાન શાહબાઝ શરીફે વ્યક્ત કરી ચિંતા, જાણો શું કહ્યું ?

પથ સંચલનમાં કંઈ સંસ્થાઓ એ કર્યું સ્વાગત
1] અખિલ ભારતીય વિદ્યાર્થી પરિસદ(ABVP)
2] ઇન્ડિયન મેડિકલ એસોસિએશન
3] આદેશ નગર
4] માળી સમાજ
5] અંબિકાનગર ગરબા મંડળ
6] ભારત વિકાસ પરિષદ
7 ] સુવર્ણકાર એસોસિએશન
8] વાલ્મિકી સમાજ
9] રેડિમેડ એસોસિએશન
10] કાપડ એસોસિએશન
11] શ્રી રામ સેવા સમિતિ
12] હેર સલુન એસોસિએશન
13] B.A.M.S. & B.H.M.S એસોસિએશન
14]રાષ્ટ્રીય સ્વયંસેવીકા
15]સરહદી સાહિત્ય સભા

Back to top button